Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે કલાકમાં આવવવાનું કહીને ગયેલો પતિ ચાર કલાકે પરત ના ફર્યો, પત્નીને રેલવે સ્ટેશન પર મુકીને ફરાર થઈ ગયો

બે કલાકમાં આવવવાનું કહીને ગયેલો પતિ ચાર કલાકે પરત ના ફર્યો, પત્નીને રેલવે સ્ટેશન પર મુકીને ફરાર થઈ ગયો
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:23 IST)
હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલા પતિ પત્ની બે દિવસ હોટેલમાં રોકાયા હતા. બાદમાં પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટીંગ કરી આવું છું. એમ કહી ચાર કલાક સુધી પરત આવ્યો ન હતો. એકલી ગભરાયેલી મહિલાને એક ટ્રાફિક પોલીસકર્મી જોઈ જતા તેમને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે પતિનો નંબર લઇ ફોન કરતા ફોન બંધ હતો. જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરી હતી.

મહિલા હેલ્પલાઈન 181ની ટીમને ફોન આવ્યો હતો કે કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા એકલી બેઠી છે અને ગભરાયેલી છે. જેથી સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં મહિલાની પૂછપરછ કરતાં તેઓ હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવ્યા હતા. બે દિવસ હોટેલમાં રોકાયા હતા. બાદમાં ત્રીજા દિવસે પતિ તેને લઈને રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટીંગ કરી આવું છું. એમ કહી બાર વાગ્યાની જગ્યાએ ચાર વાગ્યા સુધી પરત ન ફરતા ચિંતા થવા લાગી હતી. પતિ મોબાઈલ અને સામાન બંને સાથે લઈ ગયો હતો. જેથી મહિલા એકદમ એકલી ગભરાયેલી હતી. એવામાં સ્ટેશનમાં એક ટ્રાફિક પોલીસકર્મી મહિલાને આ રીતે જોઈ જતા તેમને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા રડવા લાગી હતી. જેથી હેલ્પલાઈનની ટીમે તેને સાંત્વનાં આપી અને તેના પતિનો નંબર લઇ ફોન કર્યો હતો. જો કે  ફોન બંધ હતો. મહિલા પાસેથી તેના પતિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મળી આવ્યો હતો. જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નંબર અને ફોટો આપી પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરવા જાણ કરી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે આ રીતે અમદાવાદમાં એકલી અને ગભરાયેલી મહિલાની મદદ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત તાલુકાઓમાં વરસાદ નોંધાયો, ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી