Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા આ રીતે કરો અરજી, ખાતામાં આવી જશે પૈસા

ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા આ રીતે કરો અરજી, ખાતામાં આવી જશે પૈસા
, શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:31 IST)
ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હિકલ અંગે પોતાની પોલીસી જાહેર કરતાની સાથે જ અનેક નાગરિકો ઇલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પ્રમાણમાં સસ્તા હોવા ઉપરાંત ઇંધણકાર્યપ્રણાલીની દ્રષ્ટીએ પણ ખુબ જ સસ્તા પડે છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ મોટુ ડિસ્કાઉન્ટ અપાતું હોવાના કારણે હવે ઇલેક્ટ્રીક વાહનોની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. 
 
જો કે સબસિડી મેળવવા અંગે સરકારે જાહેરાત કરી હતી કે, ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે. વાહનવ્યવહાર કમિશનરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અહીં અરજી કરનાર અરજદારને સબસિડી સીધી જ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવાશે. ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારે ગુજરાત સરકારના “ડીજીટલ ગુજરાત” digitalgujarat.gov.in પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 
 
અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે. તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે. સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા કેન્દ્રોમા મોબાઇલ ફોન તથા ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ