rashifal-2026

રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી અપાઇ, 20 લોકો હાજર રહી શકશે

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (15:53 IST)
કોરોનાના કહેરને લઇ લોકડાઉનમાં લોકોએ કામ વગર બહાર નીકળવાની પણ મનાઇ છે. લોકડાઉનના 43મા દિવસે આજે પણ લોકો કામ વગર બહાર નીકળતા નથી. એવામાં અગાઉથી જેમના લગ્ન અને સગાઈ લેવાયા હતા તેઓએ પણ તારીખ કેન્સલ કરાવી નાખી છે. પરંતુ આજે નાયબ કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં લગ્નવિધિ માટે મંજૂરી આપવામાં આવી છે. 20 લોકોએ લગ્નવિધિ માટે પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે. લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી આપવી પણ ફરજિયાત રહેશે. એ સિવાય લગ્નમાં વરઘોડો, દાંડીયારાસ કે જમણવાર રાખી શકાશે નહીં. રાજકોટમાં આજે પણ બે પોઝિટિવ આવતાં કુલ આંક 64 સુધી પહોંચી ગયો છે. જો કે રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે એક નવો કેસ રાજકોટ શહેર વિસ્તારમાં જંગલેશ્વર બહાર મનહરપ્લોટમાં જોવા મળતાં તંત્રમાં એક મોટી ચિંતા જોવા મળી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments