Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિવિધ રાજ્યમાં ફસાયેલા 29 હજારથી વધુ ગુજરાતીઓને પરત લવાયાઃ અશ્વિની કુમાર

વિવિધ રાજ્યમાં ફસાયેલા 29 હજારથી વધુ ગુજરાતીઓને પરત લવાયાઃ અશ્વિની કુમાર
, ગુરુવાર, 7 મે 2020 (15:51 IST)
મુખ્યમંત્રી રૂપાણીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, વિવિધ રાજ્યોમાંથી અત્યારસુધીમાં 29540 લોકોને પરત લાવવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 15523, રાજસ્થાનમાંથી 4252, યુપીથી 1412, મધ્યપ્રદેશમાંથી 1590, કર્ણાટકમાંથી 1138, તમિલનાડુમાંથી 604 સહિતના રાજ્યમાંથી લોકોને પરત લાવવામાં આવ્યા છે. અશ્વિની કુમારે જણાવ્યું છેકે, પરપ્રાંતિયોને પોતના વતન રાજ્ય પહોંચાડવા માટે રાજ્યમાંથી ગઇકાલ સુધીમાં 67 ટ્રેનોના માધ્યમથી 80400 જેટલા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે.
જેમા યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાથી આવે છે તેમને મોકલવામાં આવ્યા છે. આજે વધુ 34 ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના લોકોને મોકલવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. યુપીની 20, ઓડિશાની 5, બિહાર 4, ઝારખંડ 2, મધ્ય પ્રદેશ 2 અને છત્તિસગઢ માટે 1 ટ્રેન રાજ્યના અલગ અલગ શહેરોથી રવાના થશે. જે પૈકી સુરતમાંથી 12, અમદાવાદ અને વિરમગામથી 3-3, રાજકોટથી 2, મોરબીથી 3, વડોદરાથી 3, જામનગરથી 2, નડિયાદ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, ભરૂચ અને ગોધરાથી પણ ટ્રેનો રવાના થશે. ગુજરાતના જે લોકો વિવિધ રાજ્યોમાં ફસાયા હતા તેમને પરત લાવવામાં આવ્યા છે.
ફૂટપાથ રહીને સિઝનલ વસ્તુઓ વેચતા 50 લોકોને પોલીસે લક્ઝરી બસમાં રાજસ્થાન મોકલ્યા
કોરોના વાઇરસના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોની હાલત દયનીય બની ગઇ છે. વડોદરા શહેરના માર્ગો ઉપર ફૂગ્ગા, રમકડાં, મચ્છર રેકેટ સહિત સીઝનલ ચિજવસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા 50 જેટલા ફૂટપાથવાસીઓને પોલીસ દ્વારા એક લક્ઝરી બસમાં વતન રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુપર સ્પ્રેડરના મેડિકલ ચેકઅપ કરાશે