Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા, ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (10:10 IST)
દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કુલ નવા કેસમાંથી 85.6% કેસ આ રાજ્યોમાં છે.
 
છેલ્લા 24 કલાકમાં નવા 23,285 પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 14,317 (કુલ દૈનિક કેસમાંથી 61.48%) લોકો સંક્રમિત થયા છે. ત્યારબાદ સર્વાધિક નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં કેરળ અને પંજાબ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે 2,133 અને 1,305 નવા કેસ નોંધાયા છે. 
 
જો ગુજરાતની વાત કરવામાં આવે તો શુક્રવારે રાજ્યમાં કોરોનાના 715 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,76,222 સુધી પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,68,196 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.95 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 2,68,196 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 
 
તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ 183 કેસ સુરતમાં અને 141 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે. તો વડોદરા જિલ્લામાં 91, રાજકોટ 58 કેસ સામે આવ્યા છે. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં ભાવનગર, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 715 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 495 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.95 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,68,196 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
 
અત્યાર સુધીમાં કુલ 18,38,382 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,61,434 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4006 એક્ટિવ દર્દી છે જે પૈકી 51 લોકો વેન્ટીલેટર પર છે. 3955 લોકો સ્ટેબલ છે. 2,68,196 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 4420 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનનાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 કોરોના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે કોરોનાને કારણે આજનાં દિવસમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતા.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments