Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ ઈંડિયાની હારના ટોપ 5 કારણ - ધવનની ધીમી બેટિંગે દબાવ બનાવ્યો, ટૉપ 7માં 6 બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 100થી નીચે રહ્યો

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (09:59 IST)
ટેસ્ટ શ્રેણીમાં હાર પછી બાદ ઇંગ્લેન્ડની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી -20 મેચમાં 8 વિકેટથી જીતથી શરૂઆત કરી . આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેન ઇંગ્લિશ બોલરોની સામે રમી શક્યા ન હતા. પરિણામે, મહેમાન ટીમ ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 125 રનનો સરળ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.  આવો જાણીએ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ભારતની હારના ત્રણ મુખ્ય બબાતો, જેના કારણે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે
 
1. ખૂબ ધીમી શરૂઆત - ટૉસ ગુમાવીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ધીમી  રહી. બે ઓવરમાં ફક્ત બે રન બન્યા. શિખર ધવન બોલ ટાઈમ નહી કરી શક્યા નહોતા  દબાણમા પહેલા લોકેશ રાહુલ અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા. ધવન 12 બોલ પર 4 રન બનાવીને પોતે પણ આઉટ થઈ ગયો. ભારતઈય ટીમ પાવર પ્લેના 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ફત 22 રન જ બનાવી શકી. 
 
2. ઈગ્લેંડની સ્માર્ટ રણનીતિ - ઇંગ્લેન્ડે મેચની પ્રથમ ઓવર આદિલ રશીદ પાસે કરાવી.  એવું લાગ્યું હતું કે ભારતીય બેટ્સમેન ઝડપી બોલરની રાહ જોઈ રહ્યો છે અને તે સ્પિનરનો સામનો કરવા તૈયાર નથી. રાશિદે પહેલી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. તેણે મેચની ત્રીજી ઓવર પણ નાખી અને ફક્ત 5 રન આપ્યા. આ રીતે, રાશિદે પાવર પ્લેમાં બે ઓવરમાં માત્ર 7 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
 
3. સમગ્ર ઈનિંગમાં ન બન્યો મોમેંટમ - પાવર પ્લેમાં ખૂબ જ નબળા પ્રદર્શન પછી ભારતીય ઇનિંગ્સ લાંબા સમય સુધી મોમેન્ટમ પ્રાપ્ત ન કરી શકી. માર્ક વુડ સતત 140 કિ.મી.નીથી પણ વધુ ઝડપથી બોલિંગ કરતો રહ્યો.  જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન અને બેન સ્ટોક્સે પણ સતત દબાણ બનાવ્યુ.  14 મી ઓવરને અંતે ભારતે ચાર વિકેટે માત્ર 71 રન બનાવ્યા હતા. તે પછી શ્રેયસ ઐયર અને પંડ્યાએ ભારતનો સ્કોર 100 રન સુધી પહોચાડ્યો, પરંતુ ત્યારબાદ પંડ્યા અને શાર્દુલ ઠાકુર સતત બે બોલમાં આઉટ થઈ ગયા. 
 
4. ફક્ત ઐય્યર જ 25 રનથી ઉપર સ્કોર બનાવી શક્યા - ભારતીય રમતમાં ફક્ત શ્રેયસ ઐય્યરનુ પ્રદર્શન જ સારુ રહ્યુ. અન્ય કોઈપણ બેટ્સમેન 25 રનના આંકડાને પાર ન કરી શક્યો. ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન બનવ્યા, પણ તેમનો સ્ટ્રાઈક રેટ પણ 100થી નીચે  રહ્યો. જ્યારે એક સાથે આટલા વધુ બેટ્સમેન ફ્લોપ જાય તો ટીમનો મોટો સ્કોર કેવી રીતે બનતો.  ભારતના ટૉપ 7 બેટ્સમેનોમાંથી 6 નો સ્ટ્રાઈક રેટ 100થી નીચેનો રહ્યો. 
 
5. શરૂઆતની ઓવરમાં ન મળી સફળતા - 124 રનનો સાધારણ સ્કોર બનાવ્યા પછી ભારત મેચમાં ત્યારે પરત આવી શકતુ હતુ, જ્યારે ઈગ્લેંડની શરૂઆત પણ ખરાબ રહેતી. પણ આવુ ન થયુ. ઈગ્લેંડના ઓપનર્સએ 72 રનની ભાગીદારી કરી ભારતને મેચમાંથી એકદમ બહાર કરી નાખ્યુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments