Webdunia - Bharat's app for daily news and videos

Install App

છેલ્લા 3 દિવસ બાદ આજે કોરોનાના વળતા પાણી, નવા કેસ અને મૃત્યું બંનેમાં થયો ઘટાડો

Webdunia
શનિવાર, 1 મે 2021 (20:58 IST)
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ પર આજે થોડો ઘટાડો થતા ગુજ્જુઓને વિશ્વાસનો ઓક્સિજન મળ્યો    હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા હતા તે જોતા  ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું હતુ . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13,847 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 10,582 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 172 દર્દીનાં મોત થયાં છે અને 30 એપ્રિલ કરતાં આજે મોતના આંકડામાં એકનો ઘટાડો થયો છે. 
 
રાજ્યમાં આજથી શરૂ18 થી 24 વર્ષના વ્યક્તિઓનો રસીકરણનો શુભારંભ થયો છે, આજે 55, 235 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 98,11,863 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 24,92,496 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,23,04,359 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 55,235 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 13847 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 10582 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ73.78 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,29,130 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,42,139 એક્ટિવ કેસ છે. જ્યારે 637 લોકો વેન્ટિલેટર પર છે. 1,44,502 લોકો સ્ટેબલ છે. 4,29,130 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,355 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 172 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
 
અમદાવાદ કોર્પોરેશન 21, સુરત કોર્પોરેશન 18, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 6, મહેસાણા 4, જામનગર 7, સુરત 6, વડોદરા 6, બનાસકાંઠા 3, ખેડા 1, પાટણ 4, નવસારી 2, ભાવનગર 6, કચ્છ 3, ગાંધીનગર 2, આણંદ 1, દાહોદ 1, જુનાગઢ 5, મહિસાગર 2, સાબરકાંઠા 6, પંચમહાલ 2, વલસાડ 2, અરવલ્લી 2, સુરેંદ્રનગર 9, ભરૂચ 3, ગીર સોમનાથ 3, મોરબી 1, તાપી 1, રાજકોટ 4, તાપી 1, અમદાવાદ 1, નર્મદા 2, છોટાઉદેપુર 1, અમરેલી 3, બોટાદ 2 એમ કુલ 172 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments