Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જગતપુરમાં આવેલા રહેણાંક ફ્લેટમાં આગ, 1 મહિલાનું મોત, 35 ઘાયલ

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (14:02 IST)
અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા રહેણાંકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ- ગાંધીનગર હાઇવે પર આવેલા જગતપુર-ગોતા વિસ્તારમાં પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળે આવેલા ઘરમાં આગ લાગી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 
 
ફાયર વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે રહ્યા છે અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ પહોંચી ગઇ છે. આગમાં 35 લોકો ફસાયા હતા. તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી નવમા માળે 2 લોકો ફસાયેલા છે. જોકે હજુ સુધી જાણી શકાયું નથી કે આગ કયા કારણોસર લાગી છે. પ્રાથમિક માહિતી અનુસાર એસી કોમ્પ્રેસર ફાટતાં અથવા ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હોવાનું અનુમાન છે.
 
એમ.એફ.દસ્તુરના જણાવ્યા અનુસાર ચોથા માળે આગ લાગી હતી. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. નવમા માળે બે લોકો ફસાયા છે. આ બન્ને લોકો ઓવર વેઇટ હોવાથી તેમને હવે નીચે ઉતારવામાં આવશે. આગ કાબુમાં આવી ગઈ છે અને 35 જેટલા લોકો નીચે પણ આવી ગયાં છે અને હજુ 2 માણસો 9માં માળે ફસાયેલા છે અને એને ત્યાં સુરક્ષિત રીતે રાખવામાઁ આવ્યાં છે. કારણ કે તે ધુમાડાનાં લીધે નીચે આવી શકે તેમ નથી. એક ફાયર કર્મચારી  પર ઘવાયો હોવાનાં સમાચાર મળી રહ્યાં છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments