Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે વર્ષમાં પાસા હેઠળના 2320 આરોપીમાંથી 1829 છૂટી ગયા

બે વર્ષમાં પાસા હેઠળના 2320 આરોપીમાંથી 1829 છૂટી ગયા
, શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:26 IST)
અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં પાસા હેઠળ કુલ ૨૩૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તેમાંથી ૧૮૨૯ આરોપીઓ હાઇકોર્ટના હુકમથી અને પાસા બોર્ડ દ્વારા છોડવામાં આવતા છૂટી ગયા હોવાની માહિતી વિધાનસભામાં મૂકાઇ છે.  કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ દ્વારા મે-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદમાં બે વર્ષમાં પાસા હેઠળ પકડાયેલા આરોપી અને તેમાંથી કેટલાને છોડાયા તે અંગે સવાલ પૂછાયો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, જૂન-૨૦૧૭થી મે-૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન પાસા હેઠળ અમદાવાદમાં ૯૪૧ આરોપીઓની અને જૂન-૨૦૧૮થી મે-૨૦૧૯ દરમિયાન ૧૩૭૯ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. 
તેમાંથી હાઇકોર્ટના હુકમથી ૧૨૯૯ આરોપીઓની છોડવામાં આવ્યા છે. તેમજ પાસા બોર્ડ સમક્ષ પણ આરોપીઓ અપીલ કરતા હોય છે તે પછી પાસા બોર્ડ દ્વારા પણ ૫૩૦ આરોપીઓને છોડવામાં આવ્યા છે.અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે તે અંગેના એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ ૩૫ આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેઓ નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરી પૈસા ઉઘરાવીને ડરાવતા હતા. અમદાવાદ મેટ્રો સિટી ગણાય છે પરંતુ દક્ષિણ ઝોનના કેટલાક વોર્ડમાં ટેન્કર દ્વારા પાણી અપાય છે તેમ વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે. શહેરમાં બે કલાક પાણી પૂરું પડાય છે પરંતુ બહેરામપુરા, લાંભા અને વટવા વોર્ડના અમુક વિસ્તારમાં ટેન્કરથી પાણી અપાય છે. 
હવે બહેરામપુરામાં નવી વસાહત વિસ્તારમાં બોરથી અને બાકીના વિસ્તારમાં પબ્લીક ટેપ દ્વારા અને અન્ય વિતરણ પદ્ધતિથી ઘેર ઘેર પાણી પૂરું પાડવા આયોજન કરાયું છે. લાંભામાં નવો બોર અને ટાંકી બનાવાઇ છે. સૈજપુર વિસ્તારમાં નવી પાણીની ટાંકી અને નેટવર્ક નાખવાની કામગીરી ચાલુ છે. વટવા વોર્ડમાં સ્મૃતિ મંદિર ખાતે હયાત અન્ડર ગ્રાઉન્ડ ટાંકીની ક્ષમતા વધારવા ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી રહી છે. આ કામો પૂર્ણ થાય તે પછી ઘરે ઘરે પાણી પૂરું પડાશે. અમદાવાદ જિલ્લામાં રજિસ્ટર્ડ કતલખાના અને તેમાં માન્ય થયેલા ક્વોટા અંગે વિધાનસભામાં આનંદ ચૌધરીના એક પ્રશ્નના લેખિત જવાબમાં શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં એક રજિસ્ટર્ડ કતલખાનું છે. દર સપ્તાહે પશુઓની કતલ માટે માન્ય ક્વોટા ૨૧૨નો છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૪૮૦ ભેંસ અને પાડા તથા ૨૦૧૮-૧૯માં ૭૪૬૪ ભેંસ અને પાડાની કતલ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત