Webdunia - Bharat's app for daily news and videos

Install App

Welcome New Year 2023: નવા વર્ષના પહેલા દિવસે કરી લો આ ઉપાય, ભાગ્ય આપશે તમારો સાથ

New Year Upay 2023
Webdunia
શનિવાર, 31 ડિસેમ્બર 2022 (19:17 IST)
New Year Upay 2023 : નવા વર્ષના આગમનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો નવા વર્ષની નવી આશાઓને સાથે લઈને બેસ્યા છે. દરેક કોઈ ઈચ્છે છે કે તેમનો આવનારુ વર્ષ સુખ સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે. કહેવાય છે કે નવા વર્ષમાં કરવામાં આવેલા કાર્ય આખુ વર્ષ શુભ ફળ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારુ આવનારુ નવુ વર્ષ જીવનમાં શુભ ફળ લઈને આવે તો આજે અમે તમને બતાવીશુ એવા કેટલાક ઉપાય જેને કરવાથી તમને આખુ વર્ષ શુભ ફળ મળશે અને તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહેશે. 
 
નવા વર્ષના પહેલા દિવસે કરો આ ઉપાય, મળશે શુભ ફળ 
 
1. નવા વર્ષના પહેલા દિવસે ખરીદો શંખ - હિન્દુ ધર્મમાં શંખનુ વિશેષ મહત્વ  છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં શંખનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નોની પ્રાપ્તિ થઈ હતી. જેમાથી એક શંખ છે. ત્યા માતા લક્ષ્મી વાસ કરે છે. એ ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે. તેથી ઘરમાં નવા વર્ષના પહેલા દિવસે શંખ જરૂર ખરીદો. 
 
 2. ભગવાન ગણેશની મૂર્તિ ખરીદો 
ભગવાન ગણેશને વિધ્નહતા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજાની શરૂઆત ભગવાન્ન ગણેશના નામ સાથે થાય છે.  તેથી તમે નવા વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લઈ આવો. તેમની વિધિપૂર્વક પૂજા કરો. તેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો વાસ રહેશે. 
 
3. તુલસીનો છોડ લગાવો 
મા તુલસીનુ સનાતન ધર્મમાં સૌથી વિશેષ મહત્વ છે. મા તુલસીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો મા તુલસીની પૂજા અને આરતી નિયમિત રૂપથી કરવામાં આવે તો ઘરમાં ક્યારેય નકારાત્મકતા આવતી નથી. હંમેશા ઘરમાં શુભ અને મંગલનુ આગમન થાય છે. તેથી નવા વર્ષના પહેલા દિવસે તુલસીનો છોડ જરૂર લગાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 માર્ચનું રાશિફળ - આજે શનિવારે આ 3 રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે, વેપારીઓને થશે ફાયદો

14 માર્ચનું રાશિફળ - આજે ધુળેટીના તહેવાર પર આ રાશિના જાતકોના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

12 માર્ચનુ રાશિફળ- આજે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.

11 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરવાની યોજના બનાવી શકો

આગળનો લેખ
Show comments