Webdunia - Bharat's app for daily news and videos

Install App

MCD હાઉસ બન્યુ યુદ્ધનું મેદાન, AAP અને BJPના કાઉન્સિલરો વચ્ચે અથડામણ, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી રદ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (22:23 IST)
શુક્રવારે દિલ્હીના MCD સદનમાં જે પણ થયું તે ખૂબ જ શરમજનક છે. MCDના ઈતિહાસના સૌથી કાળા દિવસો વચ્ચે આ લખવામાં આવશે. કાઉન્સિલરો એકબીજા સાથે લડી રહ્યા હતા. તેઓ એકબીજાના વાળ ખેંચી રહ્યા હતા. ટીવી ચેનલો પરના ટિકર અને હેડલાઈનમાં લખેલું લખાણ છુપાયેલું હોય તો કોઈ એમ ન કહી શકે કે આ દિલ્હીના કોર્પોરેટરો વચ્ચેની લડાઈ છે. દરેક વ્યક્તિ કહેશે કે MCD એ ઘર નથી પણ યુદ્ધનું મેદાન છે અને આ યુદ્ધના મેદાનમાં વધુ પડતી લડાઈ બાદ આખરે સદન  સ્થગિત કરવામાં આવી હતી અને સ્થાયી સમિતિની ચૂંટણી પણ રદ કરવામાં આવી હતી. હવે આ માટે 27 ફેબ્રુઆરીએ ફરી મતદાન થશે.

<

#WATCH | Delhi: Clashes continue at Delhi Civic Centre as AAP and BJP Councillors rain blows on each other over the election of members of the MCD Standing Committee.#aap #BJP pic.twitter.com/tTfo2U7Fmv

— ANIL SHARMA (@ANILSHA83438416) February 24, 2023 >
 
કેવે રીતે શરૂ થયો હંગામો  ?
 
વાસ્તવમાં, શુક્રવારે, MCD હાઉસમાં સ્થાયી સમિતિની ચૂંટણી માટે લંચ બ્રેક પહેલાં મતદાન થયું હતું, જેમાં 250 માંથી 242 કાઉન્સિલરોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના 9 કાઉન્સિલરોમાંથી 8 કાઉન્સિલર ગેરહાજર રહ્યા હતા. એક કોર્પોરેટરે શીતલ વેદપાલને મત આપ્યો હતો. લાંચ  બાદ ચૂંટણી પંચના પ્રતિનિધિઓએ મતગણતરી કરી હતી, જેમાં 6 બેઠકોમાંથી ભાજપના ઉમેદવારો અને 3 બેઠકો પર AAPના ઉમેદવારો વિજયી જાહેર થયા હતા. પરંતુ આ દરમિયાન મેયર શેલી ઓબેરોયે ભાજપના કોર્પોરેટરનો 1 મત અમાન્ય જાહેર કર્યો હતો અને રિકાઉન્ટિંગનો આદેશ કર્યો હતો. અહીંથી હંગામો શરૂ થયો હતો.
 
 
શરૂઆત જુબાની હુમલા દ્વારા થઈ હતી
 
ભાજપે મેયરના નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચની ટેકનિકલ ટીમે પરિણામ તૈયાર કરી લીધા છે, તેઓ જઈ ચુક્યા છે  તો પછી ફરીથી મતગણતરી શા માટે, કોણ કરશે રિકાઉન્ટિંગ? ગૃહમાં બંને પક્ષના કાઉન્સિલરો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા હતા, પરંતુ આ શાબ્દિક યુદ્ધ ક્યારે લડાઈમાં ફેરવાઈ ગયું તેની કોઈને ખબર ન પડી.
 
સદનમાં બેહોશ થઈને પડયા હતા AAPના કાઉન્સિલર 
 
આ હંગામા વચ્ચે AAPના કાઉન્સિલર અશોક કુમાર મનુ ચક્કર આવતાં ગૃહમાં નીચે પડી ગયા હતા. તેને તેના સાથી કાઉન્સિલરોએ ઉઠાવ્યો અને ટેબલ પર સુવડાવીને પોતે પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપના કોર્પોરેટરના ગુંડા એટલા બેશરમ છે કે તેમણે મહિલાઓ અને મેયર પર પણ હુમલો કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments