Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકાર બનાવવાની લાલચમાં શિવસેનાએ માની પવારની શરત, 30 વર્ષ જૂના ગઠબંધનને કહ્યુ બાય બાય

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (10:26 IST)
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની રાજકારણીય ખેંચતાણએ બંને દળોનો 30 વર્ષ જૂનુ ગઠબંધન ખતમ કરવાની કગાર પર પહોંચી ગયુ છે. સાથે મળીને વિધાનસભા ચૂંટ્ણી લડવા છતા બીજેપી અને શિવસેના પોત પોતાની શરતોને કારણે ગઠબંધનમાં સરકાર બનાવી નથી શક્યા અને પરિસ્થિતિએ થઈ ગઈ છે કે સરકાર બનાવવા માટે શિવસેના વિરોધી એનસીપીની શરત માનવા રાજી થઈ ગઈ છે. જેને હિન્દુત્વના વિચાર પર ચાલી રહેલ દશકો જૂના બીજેપી-શિવસેનાના રસ્તા અલગ કરી નાખ્યા છે. 
 
બીજેપી અને શિવસેના ગઠબંધન 1989માં થયુ હતુ. આ એ સમય હતો જ્યારે શિવસેનાની કમાન તેના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેના હાથમાં હતી. જે હિન્દુત્વનો મોટો ચેહરો હતા. બીજેપી અને શિવસેનાનુ ગઠબંધન પણ હિન્દુત્વના વિચાર પર જ આગળ વધ્યુ. બાળા સાહેબ ઠાકરેના જીવતા રહેવા સુધી બંને પાર્ટીઓનુ ગઠબંધન સારી રીતે ચાલતુ રહ્યુ પણ 2012માં તેમના અવસાન પછી જ્યારે 2014માં વિધાનસભા ચૂંટણી થઈ તો શિવસેના અને બીજેપી જુદા પડી ગયા. બંને પાર્ટીઓ પોત પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડી.  જો કે પછી શિવસેના દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ ગઈ. 
 
દિલચસ્પ વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં શિવસેના પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રની સરકારમાં રહી, પરંતુ તેમના નેતા કોઇ એવો મોકો નથી ચૂકયા જ્યાં ભાજપ અને સરકારની આલોચના ના કરી હોય. એટલે સુધી કે મોદી સરકાર પર ટિપ્પણી કરતાં કયારેય શિવસેના પાછળ રહ્યું નથી.
 
પાંચ વર્ષની ખટાશ છતાંય ભાજપ અને શિવસેનાએ 2019ની લોકસભા ચૂંટણી સાથે લડી. જો કે શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની અંતર્ગત સત્તાની બરાબર ભાગીદારીની શરત પર જ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. પરંતુ ઑક્ટોબરમાં જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો મુખ્યમંત્રી પદ માટે ભાજપ અને શિવસેનાની વચ્ચે તિરાડ પડી. શિવસેનાએ 50-50 ફોર્મ્યુલામાં અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રીના પદનું વચન યાદ અપાવ્યું તો ભાજપની તરફથી ફડણવીસે કહી દીધું કે એવું કોઇ વચન જ નહોતું. આમ બંને પાર્ટીઓમાં એ વાત પર વિવાદ વકર્યો જેનું પરિણામ એ આવ્યું કે રાજ્યપાલની ઓફર મળવા છતાંય ભાજપને કહેવું પડ્યું કે તેઓ પોતાના દમ પર સરકાર બનાવી શકે તેમ નથી.
 
10મી નવેમ્બરના રોજ ભાજપની આ જાહેરાત બાદ તરત જ મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલાઇ ગયા અને એનસીપીએ શિવસેનાને સરકાર બનાવા માટે સમર્થન આપવા પર શરત મૂકી. એનસીપીએ કહ્યું કે શિવસેનાને એનડીએમાંથી બહાર થવું પડશે અને તેના મંત્રીને મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવું પડશે. એનસીપીની આ શરતના 24 કલાક પણ ના થયા ત્યાં શિવસેનાના કોટાથી કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી.
 
 મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સત્તાનો ખેલ જોર પકડી રહ્યો છે. રાજ્યમાં શિવસેના સરકાર બનાવવા માટે આગળ આવી ચૂકી છે. શિવસેનાએ રાજ્યમાં સરકાર બનાવવા માટે એનસીપીની શરત માની લીધી છે, રિપોર્ટ છે કે શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે.
 
આ મામલે હવે શિવસેનાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે મોદી સરકારમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. તેમને ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments