Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology - જાણો કયા રંગની પેન તમારા માટે છે લકી, ચમકાવી દેશે તમારું ભાગ્ય

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (12:36 IST)
જીવનમાં સફળ થવું અને આગળ વધવું દરેકનું સપનું હોય છે. કોઇને પણ સફળતા સરળતાથી મળતી નથી તો બધાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સફળતા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઇએ. કેટલાક લોકો સફળતા માટે ઘણા પ્રકારની રીત અપનાવે છે જેમકે શુભ રંગના પકડાં પહેરવા અથવા પછી પોતાના શુભ રત્નો પહેરે છે વગેરે.. આ પ્રકરના ઘણા નાના પ્રયત્નો તમારા ભાગ્ય પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શુ તમે જાણો છે કે તમારા દ્વારા ઉપયોગમાં લેવાતી પેન તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. 
 
એક મહાન ન્યૂમેરોલિજિસ્ટએ આ વાતનો ખુલાસો કર્યો છે કે તમારી પેનનો રંગ પણ તમારું ભાગ્ય બદલે શકે છે. માનવામાં આવે છે કે યોગ્ય કલરની પેનની પસંદ તમારું ભાગ્ય બદલી શકે છે. 
 
આજે અમે તમને તમારા મૂળાંકના આધારે જણાવીશું કે કયા પ્રકારે પેન તમારી નામ, પ્રતિષ્ઠા અને પ્રગતિ અપાવવામાં તમારી મદદ કરશે પરંતુ સૌથી પહેલાં તમારે સમજવવું પડશે કે તમારો મૂળાંક શું છે. 
 
અંક જ્યોતિષ અનુસાર 1 થી 9 મૂળાંક હોય છે. તમારી જન્મતારીખના આધારે મૂળાંક નક્કી થાય છે. જેમ કે તમારી જન્મ તારીખનો 1 થી 9 વચ્ચે છે તો તમારો મૂળાંક એ જ થશે. જો તમારી જન્મ તારીખ 11 છે તો 1 અને 1 ઉમેરી 2 અંક આવશે તો તમારો મૂળાંક 2 થશે. તો ચાલો કયા પ્રકારે પેન તમારો ભાગ્યોદય કરે છે. 
 
 
જો તમારી જન્મતારીખ 1 છે તો તમે ગોલ્ડન રંગની પેનનો ઉપયોગ કરો, તેનાથી તમને જરૂર સફળતા મળશે. સાથે જ તમારા જીવનમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર પણ આવશે. 
 
 
2 અંકવાળાએ સફેદ રંગ અથવા પછી સિલ્વર રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારું ભાગ્ય મજબૂત થશે સાથે જ તમારા જીવનમાં સુખ અને શાંતિ જળવાઇ રહેશે. 
 
જો તમારી જન્મ તારીખ 3 છે તો તમારે ગોલ્ડન રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારી કિસ્મત ચમકી ઉઠશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. 
 
4 અંકવાળાએ ભૂરા રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમારા જીવનમાં આવનાર તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સાથે જ તમે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાઓથી પણ દૂર રહેશો. 
 
5 અંકવાળા માટે લીલો રંગ એકદમ શુભ ગણવામાં આવે છે એટલા માટે એવી પેનનો ઉપયોગ કરવો જોઇએ જે લીલા રંગની હોય. માનવામાં આવે છે કે તેનાથી તમારું જીવન સરળ થઇ જશે અને તમારા તમામ કષ્ટ દૂર થઇ જશે. 
 
6 જો તમે એવી પેનનો ઉપયોગ કરો છો જેના પર ચમકદાર તત્વ હોય અથવા પછી તેમાં હીરા જડેલા હોય તો નિશ્વિત પણે આ તમારું ભાગ્ય ચમકાવી દેશે અને સફળતા તમારે પગ ચૂમશે. પછી તમારે પાછળ વળીને જોવાની જરૂર નહી રહે. 
 
જો તમારી જન્મતારીખ 7 છે તો તમારે ગ્રે રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી તમને તમારા ગુસ્સા પર કાબૂ મેળવવામાં મદદ 
 
8 અંકવાળાએ ઘાટ્ટા રંગની પેનનો ઉપયોગ કરવો જોઇએ જેમ કે જે પેન કાળા અથવા પછી ગાઢા વાદળી રંગની હોય. તેનાથી તમારા જીવનમાં આવનાર મુશ્કેલીઓ દૂર થશે અને તમારું જીવન સુખમય બની રહેશે. 
 
9 અંકવાળા માટે લાલ રંગની પેન ખુબ શુભ ગણવામાં આવે છે. આ રંગની પેનના ઉપયોગથી તમારા દુખ દુર થશે અને તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે. આ ઉપરાંત ધીમે ધીમે તમારા અટવાયેલા કામો પણ બનવા લાગશે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments