Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lunar Eclipse 2019: ગર્ભવતી સ્ત્રીઓ જરૂર રાખે આ સાવધાની, નહી તો બાળક પર થશે ખરાબ અસર

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2019 (07:49 IST)
16 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે એક વાગીને 30 મિનિટ પર થશે અને આ 17 જુલાઈની સવારે લગભગ 4.31 વાગ્યા સુધી રહેશે.  આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ. 
 


ચદ્ર ગ્રહણ દરમિયાન સૌથી વધુ સાવધાની ગર્ભવતી સ્ત્રીઓએ રાખવાની હોય છે. એવુ કહેવાય છે કે આ દરમિયાન એવી કિરણો નીકળે છે જેની ગર્ભવતીના પેટમાં ઉછરી રહેલ ભ્રૂણ પર ખરાબ અસર પડે છે. આ અસર બાળકના શરીરમાં દેખાય છે. તેથી અમે બતાવી રહ્યા છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કેવી સાવધાની રાખવી જોઈએ. 
 
 
1. ગ્રહણ દરમિયાન ઘરેથી બહાર ન નીકળશો. અહી સુધી કે ઘરની બાલકનીમાં પણ ન જશો. કોશિશ કરો કે ગ્રહણની કિરણ તમારા બાળક પર ન પડે. ગ્રહણને જોવાથી પણ દૂર રહો 
 
2. ગ્રહણ દરમિયાન અણીદાર કે ધારદાર વસ્તુઓ જેવી કે સોઈ કાતરથી દૂર રહો અને ભૂલથી પણ તેને અડશો નહી. શાક કાપવાનુ કામ ન કરો અને બની શકે તો ઘરના કામ પણ ન કરશો. પણ હા તમારા ઓશિકા નીચે ચપ્પુ જરૂર મુકો. 
 
3. કોઈ પણ પ્રકારની હેયર સ્ટાઈક કરવાથી બચો. પછી તે ભલે અંબોડો હોય કે ચોટલી.  એવુ કહેવાય છે કે આ દિવસે ગર્ભવતી મહિલાઓ દ્વારા હેયરસ્ટાઈલ કરવાથી બાળકના અંગમા વિકાર જન્મી શકે છે.  આ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ અને મોઢા પર કોઈપણ પ્રકારનો મેકઅપ ન કરવો જોઈએ. 
 
4. ગ્રહણ દરમિયાન ખાવાનુ ન બનાવશો અને આ સમયે બનેલ ખાવાનુ પણ કોઈને ન ખવડાવશો.  તેમા દૂષિત કિરણોને કારણે થનારા બાળકને નુકશાન પહોંચી શકે છે. 
 
5. ગ્રહણ ખતમ થયા પછી પાણીમાં તુલસીના પાન નાખીને સ્નાન કરો. આવુ એ માટે કારણ કે આ દરમિયાન નીકળનારી કિરણો વાતાવરણને દૂષિત કરે છે. આ તરંગો અજન્મેલા બાળકને પ્રભાવિત કરી શકે છે. તેથી તેના પ્રભાવથી બચવા માટે ગ્રહણ પછી સ્નાન કરવુ જરૂરી છે. 
 
6. આ દરમિયાન બિલકુલ ઉંઘશો નહી અને તુલસીના પાનને જીભ પર મુકીને હનુમાન ચાલીસા કે દુર્ગા સ્તુતિનો પાઠ કરો. 
 
7. આ દરમિયાન પોતાની સાથે નારિયળ રાખો. એવુ કહેવાય છે કે તેનાથી બાળક પર ગ્રહણનો કાળો પડછાયો પડતો નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

17 જાન્યુઆરીનું રાશિફળ - આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રહેશે યાદગાર, મળશે કોઈ સારા સમાચાર

16 January નું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

15 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની શક્યતા

14 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ચાર રાશિના જાતકો પર સૂર્યનારાયણની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments