Webdunia - Bharat's app for daily news and videos

Install App

જન્માષ્ટમી 2022- આ દિવસે ઉજવાશે કૃષ્ણ જન્માષ્ટમી, આ રીતે કરવી પૂજા

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2022 (17:02 IST)
જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવાય છે. હિંદુ પંચાગના મુજબ દર વર્ષે ભાદ્ર મહીનાની અષ્ટમી તિથિને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. માન્યતાઓ મુજબ  જન્માસ્તમીના દિવસે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રીને મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેથી જન્માષ્ટમી પર લોકો વ્રત રાખાની નાના બાળ ગોપાળના આવવાની તૈયારીઓ કરે છે. તેમના આવવાની ખુશીમાં જુદા-જુદા પકવાન બને છે. મંદિર અને ઘર પણ સારી રીતે શણગારવામા આવે છે. પંચાગના કારણે આ વર્ષે જન્માષ્ટમી ને તારીખ પર ઉજવાશે. તો ચાલો જણાવીએ ક્યારે છે જન્માષ્ટમી અને આ વખતે કયો શુભ યોગ બની રહ્યો છે. 
 
આ દિવસે ઉજવાશે જન્માષ્ટમી 
આ વર્ષે ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ બે દિવસે આવી રહી છે. 18 ઓગસ્ટના દિવસે રાત્રે 9.21 થી આ તિથિ શરૂ થઈ જશે અને આવતા દિવસે 19 ઓગસ્ટની રાત્રે 10.50ને તિથિ પૂરી થશે. માન્યતાઓ મુજબ બાળ ગોપાળનો જન્મ મધ્યરાત્રિ 12 વાગ્યે થયો હતો. તેથી આ સમયે કાનુડાનો જનમદિવસ ઉજવવા માટે 18 ઓગસ્ટ શુભ દિવસ છે. જો સૂર્યોદયના મુજબ જોવાય તો 19 ઓગસ્ટને આખો દિવસ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. સૂત્રોની માનીએ તો શ્રીકૃષ્ણના જન્મસ્થાન મથુરામાં જન્માષ્ટમી 19 ઓગસ્ટના દિવસે ઉજવાશે. 

જન્માષ્ટમીની પૂજા વિધિ 
 
- આ દિવસે તમે સવારે જલ્દી ઉઠીન સૌથી પહેલા સ્નાન કરી સાફ કપડા પહેરવા. 
- પછી ઘરમાં બનેલા મંદિરની સારી રીતે સાફ-સફાઈ કરવી અને તેમાં દીપ પ્રગટાવવો. 
- ત્યારબાદ બધા દેવી -દેવતાઓના જળાભિષેક કરવો. 
- જણાવીએ કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને બાળ રૂપમાં પૂજાય છે. 
- તેથી તમે જળાભિષેક પછી બાળ ગોપાળને ઝૂલામાં બેસાડવો અને તેને હલાવવો. 
- પછી તમારી ઈચ્છા મુજબ તમે બાળ ગોપાળને માત્ર સાત્વિક વસ્તુઓનો ભોગ લગાડો. 
- આ દિવસે રાત્રે પૂજાનો મહત્વ હોય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાતમાં થયો હતો. 
- તેથી તમે જન્માષ્ટમી પર રાતના સમયે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ અપૂજા-અર્ચના કરવી. 
- પૂજા પછી તમે ભગવાન કૃષ્નને શાકર અને મેવાનો ભોગ લગાડો. 
- પછી તમે બાળ ગોપાલની મનથી આરતી કરવી. 
- જો તમે આ દિવસે વ્રત રાખો છો તો બાળ ગોપાલના જન્મ પછી આરતી કરી તમારો વ્રત ખોલવું. 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments