Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Janmashtami Nibandh Gujarati - જન્માષ્ટમી નિબંધ

Janmashtami Nibandh Gujarati  -  જન્માષ્ટમી  નિબંધ
, ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (05:46 IST)

Janmashtami Nibandh Gujarati જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. એટલે દર વર્ષે શ્રાવણ વદ આઠમ ના દિવશે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

 
જન્માષ્મીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જનમ થયો હતો. તેથી રાત્રે 12 વાગ્યે મંદિરમાં અને ઘરોમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે.  દ્વારકા અને  મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય  છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. આ દિવસે જુદા જુદા શહેરના રસ્તાઓ પર મટકી ફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે છે. તેનું એક ખૂબ સરસ દ્રશ્ય મુંબઈમાં જોવા મળે છે. આખો દિવસ "ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજબાલા" ના ગીત ગૂંજાય છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડાને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. 
 
આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે.  શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર છે. કૃષ્ણ દેવકીની આઠમી સંતાન હતી જેને કંસ મારી નાખવાનો હતો એ  ભયથી વાસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને કૃષ્ણને બાબા નંદરાય અને  યશોદા  પાસે મૂકી આવ્યા હતા. જે કથા પ્રચલિત છે.  પ્રાચીન દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ તેમના મામા કંસને મારવા અને વિશ્વના શુદ્ધ પ્રેમને જાણવા અને તેમના આતંકનો અંત લાવવા માટે થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Janmashtami 2023 Date : જન્માષ્ટમી 6 કે 7 સપ્ટેમ્બર 2023 ક્યારે છે? અહીં જાણો સાચી તારીખ, પૂજા મુહૂર્ત, રોહિણી નક્ષત્ર