Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે આ 5 વસ્તુઓ, જન્માષ્ટનીના દિવસે પૂજામાં જરૂર કરવી શામેલ

ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે આ 5 વસ્તુઓ, જન્માષ્ટનીના દિવસે પૂજામાં જરૂર કરવી શામેલ
, મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (15:08 IST)
Lord Krishna favourite thing for Janmashtami Puja:  ભાદ્રપદ મહીનાના કૃષ્ણપક્ષની અષ્ટમીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે અને આ સમયે અષ્ટની તિથિ 18 ઓગસ્ટની રાત્રે 9.20 વાગ્યેથી શરૂ થઈને 19 ઓગસ્ટને રાત્રે 10.59 વાગ્યે સુધી રહેશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યારાત્રે થયો હતો. તેથી 
જન્માષ્ટમી 18 ઓગસ્ટને ઉજવાશે. જન્માષ્ટમીના દિવસે પૂજા કરતા સમયે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય વસ્તુઓ અર્પિત કરવાથી ખાસ કૃપા મળે છે. તો ચાલો જણાવીએ છે કે  કઈ વસ્તુઓ છે જેને જન્માષ્ટમીમાં જરૂર શામેલ કરવી જોઈએ. 
 
માખણ અને મિશ્રી ખૂબ પ્રિય ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે અને ઘણા પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવ્યો છે કે શ્રીકૃષ્ણ બાળપણમા માખણ અને મિશ્રી ચોરાવીને ખાતા હતા તેથી જન્માષ્ટમીની પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણને માખણ અને મિશ્રીનો ભોગ જરૂર લગાવવો. 
 
ભગવાન શ્રીકૃષ્ણને મોર પંખ ખૂબ પ્રિય છે અને તેમના મુકુટમાં મોર પંખ જરૂર લાગેલો હોય છે. માનવુ છે કે બાળ ગોપાળને મોર પંખ અર્પિત કરવાથી ખાસ કૃપા મળે છે. એવી પણ માન્યતા છે કે મોર પંખથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં તેને રાખવો ખૂબ ફાયદાકારી હોય છે. 
 
જન્માષ્ટમીના દિવસે પૂજામાં ધાણાની પાંજરીનો પ્રસાદ જરૂર શામેલ કરવો. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણને ધાણાની પાંજરી ખૂબ પ્રિય છે. માન્યતા છે કે ધાણાનો સંબંધ ધનથી હોય છે અને ભગવાન કૃષ્ણને ધાણાની પાંજરી અર્પણ કરવાથી ક્યારે પણ ધનની કમી નહી થાય છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણને દરેક જગ્યા વાંસળીની સાથે જોવાય છે અને આ તેમની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. માન્યતાના મુજબ જન્માષ્ટમીની પૂજામાં વાંસળી રાખવાથી બાળ ગોપાલની ખાસ કૃપા મળે છે. 
 
પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ બાળપણથી ગાયોની સેવા કરતા હતા અને ગૌમાતાથી તેમને ખાસ લાગણી હતી તેથી જન્માષ્ટમીની પૂજામાં ગૌમાતાની મૂર્તિ રાખી શકો છો કે કોઈ ગાયને પ્રસાદ ખવડાવી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માખણ-મિશ્રી જ નહી શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe