Dharma Sangrah

વીર ચક્ર - વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવનારુ ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે.

Webdunia
બુધવાર, 14 ઑગસ્ટ 2019 (11:27 IST)
Indian Navy

 



વીર ચક્ર - વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવનારુ ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે. 

ભારતીય વાયુ સેનના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. અભિનંદનને 27 ફેબ્રુઆરીના રોજ મિગ-21 વાઈસનથી પાકિસ્તાન્નાઅ એફ-16 વિમાનોનો પીછો કર્યા પછી એક વિમાન ઠાર કર્યુ હતુ. પછી તેમનુ વિમાન એક મિસાઈલનુ નિશાન બની ગયુ જેના નષ્ટ થતા પહેલા જ તેઓ વિમાનમાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ પીઓકેમાં ફસાય ગયા હતા. જો કે ભારતના દબાણ પછી પાકિસ્તાનને અભિનંદન વર્ઘમાનને છોડવા પડ્યા હતા.  આવો જાણીએ વીર ચક્ર શુ છે?  
 
વીર ચક્ર મેળવવાની યોગ્યતા
 
આ સન્માન જમીન પર, સમુદ્રમાં કે હવામાં દુશ્મનની હાજરીમાં બહાદુરીનુ પ્રદર્શન કરનારા વીર યોદ્ધાઓને આપવામાં આવે છે.  આ સન્માન મરણોપરાંત પણ આપી શકાય છે. 
 
જો આ ચક્રને પ્રાપ્ત કરનારો કોઈપણ યોદ્ધા આ પ્રકારના વીરતાપૂર્ણ કાર્યનુ બીજીવાર પ્રદર્શન કરે, જેને જોતા તેને ફરી આ સન્માનના યોગ્ય સમજવામાં આવે તો તેની વીરતાના સમ્માન સ્વરૂપ ચક્રના રિબનમાં એક પટ્ટી જોડવામાં આવે છે. સાથે જ બહાદુરીના એવા દરેક વધારાના કૃત્યુ માટે તેને ચક્ર સાથે એક વધુ પટ્ટી જોડવામાં આવશે.  આ રીતે કે એક કે વધુ પટ્ટી સાથે એ વીરને મરણોપરાંત પણ સન્માનિત કરવામાં આવી શકે છે.  આ પ્રકારની દરેક પટ્ટી ચક્રની લધુ પ્રતિકૃતિના રૂપમાં સન્માન સ્વરૂપ આપવામાં આવે છે, જેને રિબનમાં જોડવામાં આવશે. 
 
વીર ચક્ર કોણે મળી શકે છે 
 
સેના, નૌ સેના, વાયુસેના ઉપરાંત રિઝર્વ બળ, પ્રાદેશૈક સેના, રક્ષક યોદ્ધા અથવા વિધિ દ્વારા સ્થાપિત કોઈપણ સશસ્ત્ર બળના બધી રૈકોના પુરૂષ કે મહિલા સૈનિક અને અધિકારી. યોગ્ય સૈન્ય બળોના આદેશ, નિર્દેશ અને દેખરેખ અધિન નિયમિત રૂપથી અથવા અસ્થાયી રૂપમાં કામ કરનારા પુરૂષ કે મહિલા નાગરિક અથવા હોસ્પિટલ અને નર્સિગ સાથે સંબંધિત મૈટ્રન, સિસ્ટર, નર્સ અને નર્સિંગના અન્ય સેવાઓ સાથે જોડાયેલ કર્મચારી અને અન્ય સેવાઓ સાથે જોડાયેલ કર્મચારી. 
 
મૌદ્રિક ભત્તા - 3500/ રૂપિયા દરેક મહિને અને સન્મન સ્વરૂપ આપવામાં આવેલ દરેક પટ્ટી પ્રાપ્ત કરનારાઓ માટે 3500/ રૂપિયા દર મહિને. 
 
વીર પદક કેવુ હોય છે 
 
પદક માનદ રજતથી નિર્મિત આ પદક ગોળાકાર હોય છે  જેનો વ્યાસ 3/8 ઈંચ હોય છે. તેનો આગળના ભાગ પર પાંચ બિંદુઓવાળુ રાજકીય સિતારા અંકિત હોય છે અને સિતારાના દરેક બિંદુ પદકના બહારના કિનારાનો સ્પર્શ કરે છે.  આ પદકની વચ્ચે રાજકીય ચિહ્ન (આદર્શ વાક્ય સહિત) કોતરેલુ હોય  છે જે ગુંબદાકાર હોય છે. સિતારા અને કેન્દ્રીય ભાગ પર સોનાની પૉલિશ કરવામાં આવે છે. તેના આગળના ભાગ પર હિન્દી અને અંગ્રેજી ભાષામાં વીર ચક્ર લખેલુ હોય છે.  જેની વચ્ચે બે કમળના ફુલ બનેલા હોય છે.  તેના ઉપરના ભાગ પર રીંગ બનેલી હોય છે. 
 
રિબિન સોનેરી રંગની હોય છે જે લાલ રંગની બે મોટી રેખાઓ દ્વારા ત્રણ બરાબર ભાગમાં વિભાજીત હોય છે. 


સાભાર - ઈંડિયન નેેેેેવી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - shani chalisa gujarati

Saturday Remedies: વર્ષનો છેલ્લો શનિવાર ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ રહેશે, કરી લો આ સરળ ઉપાયો, ચમકી જશે નસીબ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments