Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત થશે વિંગ કમાંડર અભિનંદન

સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત થશે વિંગ કમાંડર અભિનંદન
, બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:37 IST)
ભારતીય વાયુ સેનનાઅ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. 
 
અભિનંદનને 27 ફેબ્રુઆરીના રોજ મિગ-21 વાઈસનથી પાકિસ્તાન્નાઅ એફ-16 વિમાનોનો પીછો કર્યા પછી એક વિમાન ઠાર કર્યુ હતુ. પછી તેમનુ વિમાન એક મિસાઈલનુ નિશાન બની ગયુ જેના નષ્ટ થતા પહેલા જ તેઓ વિમાનમાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ પીઓકેમાં ફસાય ગયા હતા. જો કે ભારતના દબાણ પછી પાકિસ્તાનને અભિનંદન વર્ઘમાનને છોડવુ પડ્યુ હતુ. પાકિસ્તાની સુરક્ષા બળોએ અભિનંદનની ધરપકડ કરી લીધી હતી. પણ લગભગ 60 કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દીધા હતા. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવનારુ ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે. 
 
પાકિસ્તાન્ની સીમામાં પાકિસ્તાની એફ-16 વિમાનને ઠાર કરનારા વિંગ કમાંડર અભિનંદન વર્ઘમાન એક વાર ફરી મિગ-21 ફાઈટર પ્લેન ઉડાવતા જોવા મળશે. એક મેડિકલ બોર્ડે તેમના ફ્લાઈંગ ડ્યુટી પર પરત ફરવાનો રસ્તો સાફ કરી દીધો હતો. આઈએએફ બેંગલુરુના ઈંસ્ટિટ્યુટ ઓફ એરોસ્પેસ મેડિસિને અભિનંદનને એકવાર ફરી ફાઈટૅર જેટના કૉકપિટમાં બેસવાની મંજુરી આપી દીધી હતી. 
 
આ માટે અભિનંદનને મેડિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવુ પડ્યુ. જેમા તેઓ પાસ થઈ ગયા. માહિતી મુજબ અભિનંદન આગામી બે અઠવાડિયામાં ફાઈટર પ્લેન મિગ-21 માં ઉડાન ભરવી શરૂ કરી શકે છે.  અભિનંદન પાકિસ્તાની સીમામાં કૈદ થઈ ગયા હતા. પણ પછી તેમને ભારતને પરત સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વાયુસેનાએ તેમની ફ્લાઈંગ ડ્યુટી પર રોક લગાવી દીધી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

૭૩માં આઝાદી પર્વે મુખ્યમંત્રી પ્રજાને પાઠવ્યો સંદેશ, વાંચીને તમારો જુસ્સો થઇ જશે બમણો