Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15મી ઓગસ્ટ વિશેષ - ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કેમ કહે છે ?

15મી ઓગસ્ટ વિશેષ - ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કેમ કહે છે ?
, શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (14:28 IST)
ભારત દેશ એક ખાસ અને અનોખો દેશ છે.  અહી જેટલી સંસ્કૃતિ, સંસ્કાર  અને ભાષાઓ મળે છે એ કોઈ અન્ય દેશમાં જોવા મળતી નથી.  ભારતને હિન્દુસાતનના નામથી જ ઓળખવામાં આવે છે.  પણ ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કહેવામાં આવે છે. શુ તમે ક્યારેય વિચાર્યુ છેકે ભારતને અંગ્રેજીમાં ઈંડિયા કેમ કહેવામાં આવે છે અને આ શબ્દ કોણે નક્કી કર્યો ? તો આવો આજે તમને આની માહિતી આપીએ છીએ કે ભારતનુ અંગ્રેજીમાં નામ ઈંડિયા કેવી રીતે પડ્યુ અને તેનુ શુ મહત્વ છે. 
 
આમ તો ન જાણે કેટલા શબ્દ બોલવામાં આવે છે પણ તે તમને ડિક્શનરીમાં જોવા મળતા નથી.  પણ છતા અપ્ણ દરેક શબ્દનો કોઈને કોઈ અર્થ જરૂર હોય છે.  દરેક દિવસે ડિક્શનરીમાં અનેક શબ્દ જોડવામાં અને ઘટાડવામાં આવે છે. જેનુ પોતાનુ એક જુદુ તર્ક અને માન્યતા હોય છે. .  ઉલ્લેખનીય છે  કે ભારતમાં અનેક વિદેશી વેપારી પોતાને વેપાર વધારવા ભારત આવ્યા અને બધાએ પોતાના હિસાબથે ભારતને પોતાનુ એક જુદુ નામ આપ્યુ પણ ભારતને હિન્દુસ્તાન અને ઈંડિયા જેવા શબ્દ મળવા પાછળ મુખ્યત્વે ઈરાની અને યૂનાનીનો હાથ માનવામાં આવે છે. 
 
ઉલ્લેખનીય છે કે પહેલા ભારતનુ નામ સિંધુ પણ હતુ. ઈરાની કે જુની ફારસીમાં સિંધુ શબ્દનો અર્થ કાઢવામાં આવ્યો હિન્દુ અને આ શબ્દથી બન્યુ હિન્દુસ્તાન. જ્યારે કે યૂનાનીમાં એ ને ઈંડો કે ઈંડોસ શબ્દનુ રૂપ મળ્યુ અને જ્યારે આ શબ્દ લેટિંન  ભાષામાં પહોંચ્યો તો ત્યાથી એ ને બનાવાવ્યુ ઈંડિયા પણ છતા પણ આ શબ્દને અપનાવવાને લઈને એકમત ન થયુ અને તેની પાછળ કારણ હતુ કે આપણે કોઈ અન્યના બનાવેલ શબ્દોથી આપણા દેશનુ નામ કેમ નક્કી કરીએ.  પણ જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન આવ્યુ તો તેમણે આ શબ્દને અપનાવી લીધો અને આ રીતે ભારતનુ અંગ્રેજીમાં નામ પડ્યુ ઈંડિયા... 
 
અંગ્રેજોએ ઈંડિયા શબ્દનુ ચલન એટલુ વધાર્યુ કે ભારતવાસીઓએ પણ આ શબ્દને અપનાવવો શરૂ કરી દીધો અને ખુદને ઈંડિયન અને દેશને ઈંડિયા કહેવુ શરૂ કરી દીધુ. પણ આ શબ્દને પૂર્ણ માન્યતા ત્યારે મળી જ્યારે આઝાદી પછી આપણા સંવિધાનને ઈંડિયા શબ્દને દેશના બીજા નામના રૂપમાં સ્વીકારી લીધુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જય મેલડી માઁ