Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં ભરપૂર ખાવ મેથી - મેથીના આ 10 ફાયદા વિશે તમે નહી જાણતા હોય

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2017 (22:48 IST)
મેથી(શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. અને આ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે. ભલે આ મેથીના દાણા નાના હોય પણ પાકૃતિક રૂપમાં તેમા અગણિત સ્વાસ્થ્ય લાભના ગુણ જોવા મળે છે. 
મેથીના દાણા અને મેથીના બીજ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે અને તેમા જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આખા વિશ્વમાં ભારતમાં મેથીનુ ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ.  મેથીના થેપલા બનાવવાનુ પ્રચલન વર્ષોથી ચાલી રહ્યુ છે. મેથીના થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. મેથીની ભાજીમાં Iron, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન, વિટામિન K અત્યાધિક માત્રામાં જોવા મળે છે. આવો જોઈએ કે મેથી દાણા અને મેથીની ભાજી ખાવાથી આપણને કયા પ્રકારના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. 
1. ડાયાબિટીસથી મુક્તિ - ડાયાબીટીસથી પીડિત લોકો માટે મેથી ખાવી એક સર્વશ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપય છે. મેથીના દાણામાં એક પ્રકારના પ્રાકૃતિક Galactomannnan નામનુ તત્વ જોવા મળે છે. જે શરીરમાં રહેલ શુગરની માત્રાને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયક છે. 
 
2. હ્રદય રહે સ્વસ્થ - મેથી દાણાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરમાં Bad cholesterolની માત્રા ઓછી થવા માંડે છે. જેનાથી આપણા શરીરમાં હ્રદયરોગથી સંબંધિત થનારી બીમારીઓની શક્યતા પણ ઓછી થવા માંડે છે. મેથીના દાણામાં electrolyte પોટેશિયમ અત્યાધિક માત્રામાં જોવા મળે છે જેને કારણે આપણા હ્રદયની ગતિ અને બીપી નિયંત્રણમાં રહે છે. 
 
3. વાળ માટે છે અમૃત - તાજા મેથીના દાણાને નારિયળના દૂધમાં પલાળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળની ત્વચા પર લગાવવાથી

- વાળ ખરવા.. વાળ ઉતરવા ઓછા થાય છે. 
- વાળની વૃદ્ધિ થવામા મદદ મળે છે. 
- વાળનો પ્રાકૃતિક રંગ કાયમ રહે છે અને વાળ સફેદ થતા નથી 
- વાળ રેશમી અને મુલાયમ થવા માંડે છે. 
- વાળમાં ખોળાની સમસ્યા દૂર થવ માંડે છે. 
 
4. ત્વચા નિખારવામાં મદદરૂપ - મેથીના તાજા પાન અને હળદરના પેસ્ટ્ને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામાં મદદ મળે છે. અને ત્વચા સાફસુથરી થવા માંડે છે. 
 
5. પાચન ક્રિયા ઠીક રહે છે - મેથીના દાણાને ખાવાથી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા માંડે છે. મેથી ખાવાથે શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચન, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો યોગ્ય રૂપે વિકાસ થાય છે. 

6. શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે - જો મેથી દાણાને 1 ચમચી મધ અને લીંબૂના રસ સાથે લેવામાં આવે તો આપણને તાવ, શરદી  ખાંસી અને ગળાની ખારાશ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.  
 
7. શરીરની નબળાઈ દૂર કરે - મેથીના પાનમાં Iron પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. મેથીના પાનને નિયમિત રૂપે ખાવાથી શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈને દૂર થવામાં ખૂબ મદદ મળે છે. 
 
8. કિડની રહે ટૉક્સિન્સ ફ્રી - મેથીના દાણા ખાવાથી કિડનીને કારણે ઉત્પન્ન થનારી બીમારીઓ દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. ક્યારેક ક્યારેક આપણા શરીરમાં વિટામિન્સની કમી જોવા મળે છે. જેનાથી આપણને અન્ય અનેક બીમારીઓ થવા માંડે છે. જેવુ કે મોઢામાં ચાંદા પડવા, નિરંતર તાવ આવવો, ત્વચા પર દાણા ઉભરવા, ક્ષયરોગ, કેંસર વગેરે. મેથીના દાનાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરને ખૂબ સ્વાસ્થ્ય લાભ થાય છે. 
9. માસિક ધર્મમાં આવે છે નિયમિતતા - મેથીના દાણા ખાવાથી સ્તનપાન કરાવનારી મહિલઓને સ્તનમાં દૂધનુ નિર્માણ વધુ પ્રમાણમાં થવા માંડે છે. મેથીના દાણામાં disgenin નામનુ તત્વ જોવા મળે છે. જે દૂધનુ નિર્માણ કરવામાં ખૂબ મદદરૂપ છે. 
 
10. મહિલાઓની સમસ્યાઓ કરે દૂર - મેથીના દાણાનુ સેવન દરેક વયની મહિલાના શારીરિક સ્વાસ્થ્યને બનાવી રાખવામાં ખૂબ લાભકારી છે. મેથીના દાણામાં diosgenin અને  isolflavones નામનુ તત્વ જોવા મળે છે જે મહિલાઓને માસિકધર્મમાં થનારી અસુવિદ્યા અને અસહનીય દુખાવો દૂર કરીને તેમને રાહત પહોંચાડવામાં ખૂબ લાભકારી છે. મેથીના દાણાને નિયમિત રૂપે ખાવાથી રજોનિવૃત્તિ દરમિયાન થનારી વિવિધ પ્રકારની સમસ્યાઓ (ચિંતા, તણાવ, અત્યાધિક રક્તસ્ત્રાવ, મિજાજમાં બદલાવો) વગેરે પણ દૂર થવા માંડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

આગળનો લેખ
Show comments