Webdunia - Bharat's app for daily news and videos

Install App

Khandvi Recipe - ખાંડવી કેવી રીતે બનાવવી

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2024 (10:31 IST)
મિશ્રણ બનાવવા માટે સામગ્રી - 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં. 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું.
 
વઘાર માટે સામગ્રી - 1 ચમચો તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં,
 
ગાર્નિશિંગ માટે - 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ.
 
બનાવવાની રીત - ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો.
 
હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. વધુમાં વધુ 10-15 મિનિટમાં આ મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની મદદથી 2 ઇંચ પહોળી અને અંદાજે 6 ઇંચ લાંબી પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.
 
નાનકડી કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો. રાઇ તતડે એટલે ઉપરથી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર રેડો. ઉપરથી સમારેલી કોથમીર અને નારિયેળની છીણથી ગાર્નિશ કરો. આ ખાંડવી તમે કોથમીરથી ચટણી સાથે અને એકલી પણ ખાઇ શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

Mahakumbh: મહાકુંભમાં ભાગદોડ પછી હવે અમૃત સ્નાન ક્યારે થશે? જાણો શું બોલ્યા અખાડા પરિષદના પ્રમુખ

આગળનો લેખ
Show comments