Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈનીઝ રેસીપી : મશરૂમ ચિલી નૂડલ્સ

Webdunia
સામગ્રી -2   પેકેટ(400 ગ્રામ) હક્કા નૂડલ્સ, 10(અડધા કાપેલા) અને 2 (બારીક કાપેલા) મશરૂમ, 1 ડુંગળી(સ્લાઇસ), 1 લીલી ડુંગળી, 10 કળી પીસેલું લસણ, 1/2 ઇંચ આદુ(પીસેલું), 1 લાલ કેપ્સિકમ, 1 લીલું કેપ્સિકમ, 1 ચમચી સોયા સૉસ, 4 લીલી મરચાં(વચ્ચેથી કાપેલા), 1 ચમચી સરકો, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી બટર, 1 ચમચી કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત -    નૂડલ્સને એકસાથે 10 મિનિટ સુધી થોડું મીઠું નાંખીને બાફો. પછી પાણી નિતારી એક બાજુએ મૂકી દો.

એક કઢાઇ લો અને તેને સામાન્ય આંચ પર રાખો. પછી તેમાં બટર નાંખો અને પછી ઉમેરો બારીક કાપેલા મશરૂમ. આને 2 મિનિટ સુધી રહેવા દો પછી તેમાં સરકો અને સોયા સૉસ નાંખો. 2 મિનિટ સુધી રાંધ્યા બાદ પછી 2 કપ પાણી નાંખો અને પછી 10 મિનિટ સુધી મધ્યમ આંચે રાંધો. આ વિધિ મશરૂમ સૉસ બનાવવા માટે છે. હવે બીજી કઢાઈ ગેસની આંચ પર રાખો અને તેમાં ઓલિવ ઓઇલ નાંખો. ત્યારબાદ તેમાં અડધા કાપેલા મશરૂમ નાંખી થોડી મિનિટ રંધાવા દો અને પછી તેને એક બાજુએ મૂકી દો.

હવે વધેલા તેલમાં કાપેલા લીલા મરચાં અને ડુંગળીને રાંધો અને જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં લસણ, આદું, લીલી ડુંગળી અને કેપ્સિકમ નાંખો. ધીમી આંચે 2 મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં બાફેલા નૂડલ્સ નાંખો અને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ચાર મિનિટ સુધી તળો. અત્યારસુધી તમારો મશરૂમ સૉસ બનીને તૈયાર થઇ ચૂક્યો હશે તેને નૂડલ્સ પર નાંખી દો. પછી તળેલા મશરૂમ અને મીઠું નાંખો અને હલકી આંચે રાંધો. મશરૂમ ચિલી નૂડલ્સ તૈયાર છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments