આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (06:21 IST)
સમોસાના સ્વાદનું રહસ્ય તેમાં ભરાયેલ મસાલામાં છિપાયેલુ છે. તમે પણ સમોસા બનાવી રહ્યા છો તો આ ટિપ્સ સાથે બનાવો ટેસ્ટી મસાલો. 
જરૂરી સામગ્રી - 4 બાફેલા બટાકા, અડધો કપ બાફેલા લીલા વટાણા, અડધી ચમચી જીરુ, અડધી ચમચી સુકાધાણાના બીજ, 2 ઝીણા સમારેલા લીલા મરચા,  એક ચમચી આદુનુ પેસ્ટ, અડધી ચમચી લાલ મરચુ, એક ચમચી આમચૂર, અડધી ચમચી ગરમ મસાસો, એક ચમચી ધાણાજીરુ, એક ચમચી વરિયાળી, ઝીણા સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા ધાણા, સ્વાદમુજબ મીઠુ અને તળવા માટે તેલ. 
 
બનાવવા માટે ટિપ્સ - બાફેલા બટાકાને છોલીને મૈશ કરો.  ધીમા તાપ પર કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ, સુકા ધાણાના બીજ, આદુ મરચાનું પેસ્ટ નાખીને ફ્રાઈ કરો. 
 
પછી કઢાઈમાં બાફેલા લીલા વટાણા, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ધાણા જીરુ અને આમચૂર નાખીને મિક્સ કરીને 2 મિનિટ સુધી ફાઈ કરો. 
 
- વટાણા અને મસાલો સેક્યા પછી તેમા મસળેલા બટાકા અને મીઠુ નાખીને મિક્સ કરો. 
 
- હવે મસાલાને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો પછી ગેસ બંધ કરી દો. 
 
એક વાસણમાં મેંદો ચાળી લો પછી તેમા અજમો, ઘી અને થોડુ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 15-20 મિનિટ માટે એક ભીના કપડાથી ઢાંકીને મુકી દો. 
 
- હવે મેદાના લૂઆ બનાવીને તેને ગોલ વણીને પૂરી બનાવો ત્યારબાદ ચપ્પુથી પુરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. અડધી પૂરીના ઉપરના ભાગમાં આંગળીઓ વડે પાણી લગાવો અને તેનો કોન બનાવી લો.  કોન બનાવ્યા પછી તેમા સમોસાનુ ભરાવન ભરો.  કિનારા પર પાણી લગાવીને કોન બંધ કરો.  એક કઢાઈમાં 3 મોટા ચમચા તેલ ગરમ કરો અને ધીમા તાપ પર સમોસાને હલકા બ્રાઉન થતા તળી લો.   ગરમા ગરમ સમોસા સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુ તો બચી જશો ડાયાબિટીસથી