Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંસાની આગમાં બળી રહ્યુ US, જુદા જુદા સ્થાને લૂટપાટ, આગચંપી, ટ્રમ્પ બોલ્યા - કરશે સૌની રક્ષા

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (10:46 IST)
આફ્રિકી મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ દફ્લૉયડના મોત બાદ ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે, ક્યાંક-ક્યાંક પ્રદર્શનોએ હિંસક રૂપ લઈ લીધું છે. પ્રદર્શનોને નાથવા માટે કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે 40 શહેરોમાં કર્ફ્યુ હતો. જોકે હવે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વૉશિંગ્ટનમાં કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે.
 
આ વચ્ચે ન્યૂ યૉર્કના મેયરે પણ ગઈરાત્રે કર્ફ્યુની જાહેરાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે હિંસાને રોકવા માટે હજારો પોલીસકર્મીઓ અને સૈનિકદળો તહેનાત કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું ગઈરાત્રે વૉશિંગ્ટન ડીસીમાં જે કંઈ પણ થયું એ શરમની વાત છે. હું હજારો સશક્ત સૈનિકોને ઉતારવા જઈ રહ્યો છું. 
 
વાઇટ હાઉસ પહોંચ્યા હતા પ્રદર્શનાકારીઓ
 
પોલીસ કસ્ટડીમાં જ્યૉર્જ ફ્લૉયડની હત્યા બાદ આ 40 જેટલાં શહેરોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વાઇટ હાઉસની બહાર એકઠા થયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. શનિવારે આ પ્રદર્શનો શાંતિ પૂર્ણ રીતે શરૂ થયાં હતાં પરંતુ ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધું હતું. અનેક વિસ્તારોમાં દુકાનો લૂંટી લેવાઈ છે, કારો સળગાવી દેવાઈ અને ઇમારતો પર હુમલા કરવામાં આવ્યા છે. વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોને કાબૂમાં લેવા માટે 'રાયોટ પોલીસે' ટિયર-ગૅસના સૅલ અને રબરની ગોળીઓ છોડી હતી.
 
ઘટના શું છે?
 
અમેરિકાના મિનેસોટામાં એક શ્યામ વ્યક્તિની પોલીસના હાથે થયેલી હત્યા બાદ અહીં વિરોધપ્રદર્શનો શરૂ થયાં છે. સોમવારની રાત્રે પોલીસને એક ગ્રૉસરી સ્ટોરમાંથી ફોન આવ્યો કે જ્યૉર્જ ફ્લૉયડ નામની એક વ્યક્તિએ 20 ડૉલરની ખોટી નોટ આપી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે જ્યૉર્જને પોલીસવાનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહી ત્યારે જ તેઓ જમીન પર પડી ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે ફલૉયડે અધિકારીઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે તેમના હાથે હાથકડી પહેરાવી દેવાઈ હતી. જોકે, પોલીસ અને ફ્લૉયડ વચ્ચે ઘર્ષણ થયું હોય એવું આ ઘટનાના વીડિયોમાં ક્યાંય જોવા મળ્યું નથી.
 
આ ઘટનામાં ચોવિન નામના પોલીસ અધિકારીએ ઘૂંટણ  વડે ફ્લૉયડનું ગળું દબાવ્યું હતું. આ સમયે ફ્લૉયડ કહી રહ્યા છે, 'પ્લીઝ, હું શ્વાસ નથી લઈ શકતો' અને 'મને મારી ના નાખશો' પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે પોલીસઅધિકારીએ ફ્લૉયડનું ગળું ગોઠણ વડે લગભગ 8 મિનિટ અને 46 સેકંડ સુધી દબાવી રાખ્યું હતું. ફ્લૉયડનું હલન ચલન બંધ થઈ ગયા બાદ પણ ત્રણેય મિનિટ સુધી તેમનું ગળું દબાવી રાખવામાં આવ્યું હતું.
 
બાદમાં પોલીસ અધિકારી ચોવિને તેમનો ગોઠણ હઠાવ્યો અને તેમના સાથી અધિકારીઓએ ફ્લૉયડનું કાડું દબાવી ધબકારા ચેક કર્યાં પરંતુ કોઈ ધબકાર ન જણાતાં તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. 
 
હત્યા બાદ ભારે હિંસા
 
અમેરિકામાં આ ઘટના બાદ લૉસ એન્જલસ શહેરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. કેલિફોર્નિયાનાના ગવર્નરે અહીં સ્ટેટ ઇમરજન્સી લાગુ કરી દીધી છે અને નેશનલ ગાર્ડને સ્થિતિને કાબૂમાં કરવા માટે ઉતારવામાં આવ્યા છે. ન્યૂયૉર્ક શહેરમાં 20 જેટલાં પોલીસવાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે. જ્યારે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
એક એવો પણ વીડિયો વાઇરલ થયો છે જેમાં પોલીસ અધિકારી વિરોધ કરનારા લોકોના ટોળામાં કાર ઘુસાડી દે છે. આ વીડિયો પર અહીં પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપો થઈ રહ્યા છે. શિકાગોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અહીં પણ સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.
 
ઍટલાન્ટામાં કર્ફ્યુ લાગુ કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હઠ્યા નથી. અહીં અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે, જ્યારે જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી છે. પોલીસે અહીં અનેક લોકોની ધરપકડ કરી છે.
 
સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પણ કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. મેયરે શહેરમાં દુકાનોમાં તોડફોડ અને વાહનો સળગાવવાની ઘટના બાદ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો. ફ્લૉયડના 
 
મોત બાદ રંગભેદ સામે લોકો રસ્તા પર
 
પોલીસ અધિકારી ચોવિન પર હાલ હત્યા અને માનવવધના ગુના હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. જોકે, ફ્લૉયડના પરિવારજનોએ હજુ વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ મામલે શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ફ્લૉયડના મૃત્યુએ અમેરિકનોમાં ભય, ક્રોધ અને દુઃખની લાગણી પેદા કરી છે. ઉપરાંત તેમણે પ્રદર્શનકારીઓ સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે તેઓ ક્યારેય ગુસ્સે ભરાયેલા ટોળાને પ્રભાવી નહીં થવા દે.
 
આ ઘટના બાદ અમેરિકાનાં ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન સહિતનાં શહેરોમાં રેલીઓ નીકળી, પ્રદર્શનો થયાં અને લોકોએ રંગભેદનો વિરોધ કર્યો. અનેક પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમેરિકામાં જેટલી ગોરા લોકોની જિંદગી મહત્ત્વની છે એટલી શ્યામવર્ણના લોકોની નથી.  આ પહેલાં પણ અમેરિકામાં શ્યામવર્ણના લોકોને પોલીસે માર માર્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments