Biodata Maker

શું તમે પણ ફિટનેસનાં ચક્કરમાં ઘી-તેલ ખાવું બંધ કરી દીધું છે તો જાણી લો તેના નુકશાન

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (01:08 IST)
oil ghee
 
ફિટનેસના ચક્કરમાં  લોકો પહેલા પોતાના ડાયેટમાંથી  ઘી અને તેલનું પ્રમાણ ઘટાડે છે. ઘી કે તેલનું વધુ પડતું સેવન કરવાથી શરીરને અનેક નુકસાન થાય છે, પરંતુ એ પણ સત્ય છે કે તેને ન ખાવાના નુકશાન પણ છે.  આનું નાં  તો  વધારે પડતું સેવન સારું છે અને ન તો બહુ ઓછું. શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોનું સંતુલન જરૂરી છે. એ જ રીતે ફિટ રહેવા માટે ઘી અને તેલ પણ જરૂરી છે. હા, પણ તમારે  ક્વોન્ટીટી અને ક્વોલિટી ધ્યાનમાં રાખીને જ ઘી તેલ  વાપરવું જોઈએ અને  આવો જાણીએ ડાયેટમાંથી ઘી તેલ કાઢી નાખવાથી શું થશે નુકશાન. 
 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી ઘી અને તેલને આહારમાંથી હટાવવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ઘણા બધા એવા માઈક્રોન્યૂટ્રીશંસ  (Miçronutrients) હોય છે જે ચરબીમાં દ્રાવ્ય હોય છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે તે જરૂરી છે. તેથી, મર્યાદિત માત્રામાં ઘી તેલનું સેવન કરવું જરૂરી છે.
 
દરરોજ કેટલું ઘી ખાવું જોઈએ?
આયુર્વેદ મુજબ તમારે દરરોજ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ. સ્વામી રામદેવ  દરરોજ ઓછામાં ઓછા 2 ચમચી દેશી ઘી ખાવાની ભલામણ કરે છે. તેનાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. ઘૂંટણમાં ચીકાશ  બની રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થાય છે. જ્યારે તમારે વનસ્પતિ તેલ બદલી બદલીને ખાવું જોઈએ.
 
રોજ કેટલું તેલ ખાવું જોઈએ?
વધુ પડતું તેલ શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ તેલમાં જોવા મળતા ફેટી એસિડ્સ પણ શરીર માટે જરૂરી છે. WHO અનુસાર, પુખ્ત વ્યક્તિએ દિવસમાં 4 ચમચીથી વધુ તેલનું સેવન ન કરવું જોઈએ. આમાં ઘી અને તેલની તમામ માત્રા સામેલ છે. એટલે કે, કોઈપણ પ્રકારનું તેલ 4 ચમચીથી વધુ ન ખાવું.
 
ઘી તેલ બંધ કરવાથી શું નુકસાન થાય છે?
જો તમે ઘી તેલ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો છો, તો તે લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમે દિવસભર થાક અનુભવી શકો છો. શરીરમાં આવશ્યક ચરબીનું પ્રમાણ ઘટવા લાગશે. ફેડ ફ્રી ડાયટ તમારું  વજન તો ઘટાડશે  પરંતુ તેનાથી શરીર પર ઘણો સ્ટ્રેસ પણ આવે છે. જેની લાંબા ગાળે શરીર પર ખરાબ અસર પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીવી સિંધુ બેડમિન્ટનનો ઇતિહાસ રચ્યો, '500 ક્લબ'માં જોડાનાર પ્રથમ ભારતીય શટલર બની

બજાર ખુલતાની સાથે જ હોબાળો મચી ગયો, ચાંદીના ભાવમાં 23146 રૂપિયાનો વધારો થયો, સોનાનો ભાવ 1.58 લાખ રૂપિયાને પાર

IMD ચેતવણી! 13 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતાઓ

ભારતીય ધ્વજ ઉતારતી વખતે વીજ કરંટ લાગવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મૃત્યુ

"હનુમાન આદિવાસી હતા, ભગવાન રામ આદિવાસીઓને કારણે જીત્યા," કોંગ્રેસના નેતા ઉમંગ સિંઘરના નિવેદનથી મધ્યપ્રદેશની રાજનીતિ ગરમાઈ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments