Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Kidney Day 2024: બીમાર થતા બચાવી લો તમારી કીડની ... આજથી જ અપનાવી લો આ હેલ્ધી આદતો

Kidney
, ગુરુવાર, 14 માર્ચ 2024 (00:01 IST)
Habits For Healthy Kidney: દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 14મી માર્ચે  વર્લ્ડ કિડની  વર્લ્ડ કિડની ડે  છે. જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોય તો અપનાવો આ આદતો. દર વર્ષે માર્ચના બીજા ગુરુવારને વિશ્વ કિડની  વર્લ્ડ કિડની ડે  તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 14મી માર્ચે વિશ્વ કિડની દિવસ છે. જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો અપનાવો આ આદતો.
 
કિડનીને બીમાર થતા કેવી રીતે બચાવશો, અપનાવી લો આ આદતો 
હેલ્ધી લાઈફસ્ટાઈલ - કિડનીને હેલ્ધી રાખવી છે તો નિયમિત રૂપથી વ્યાયામ કરો. ખાસ કરીને કમર પર વધુ ફેટ જમા ન થવુ જોઈએ. તેનાથી ક્રોનિક કિડની ડીસીઝથી બચાવી શકાય છે. 
 
તમે દરરોજ ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી અને નૃત્ય જેવી કેટલીક પ્રવૃત્તિ કરી શકો છો.
 
હેલ્ધી બ્લડ સુગર મેન્ટેન રાખો - શરીરમાં હાઈ બ્લડ શુગર થાય તો તેની કિડની પર અસર થાય છે. ડાયાબિટીસથી પીડિત લોકોમાં કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. જ્યારે શરીરમાં ગ્લુકોઝ વધી જાય છે તો કિડનીને લોહીને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેથી બ્લડ સુગરને કંટ્રોલમાં  રાખો.
 
હાઈ બ્લડ પ્રેશરને  કંટ્રોલમાં રાખો - હાઈ બ્લડ પ્રેશર કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. તેથી,  બ્લડ પ્રેશરને  કંટ્રોલમાં રાખો. હંમેશા બ્લડ પ્રેશર ચેક કરતા રહો અને  નિયમિત દવાઓ લેતા રહો. જો બીપી હાઈ હોય તો ડાયટ પણ હેલ્ધી રાખો.
 
હેલ્ધી ડાયટ લોઃ   કિડનીને સ્વસ્થ રાખવી છે તો હેલ્ધી ડાયેટ લો.  આ માટે લો સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસવાળો ખોરાક લો. કિડનીને નુકસાન પહોંચાડતી વસ્તુઓથી દૂર રહો.  તાજી  અને લો સોડિયમવાળી શાકભાજીઓ જેવી કે ફ્લાવર બ્લૂબેરી, માછલી અને આખા અનાજનો ડાયેટમાં સમાવેશ કરો.
 
ખૂબ પાણી પીવો - કિડની માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહેવા માટે તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને ફાયદો થાય છે. આનાથી કિડની સોડિયમ અને ઝેરીલા પદાર્થોને સહેલાઈથી બહાર કરી દે છે.
 
ધૂમ્રપાનથી બચો - ધૂમ્રપાન શરીરની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આખા શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. ખાસ કરીને કિડનીમાં. આ માટે એ મહત્વનું છે કે તમે ધૂમ્રપાન ન કરો. જો કે, જો તમે ધૂમ્રપાન કરતા હોવ, તો છોડ્યા પછી પણ તમારી કિડનીને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sehri Recipes: શાહી ટુકડા રેસીપી