Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની કંપનીએ છેલ્લા બે વર્ષમાં મહેમાનોના મનોરંજન પાછળ 81 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો

Webdunia
મંગળવાર, 9 માર્ચ 2021 (12:43 IST)
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનો વર્ષ 2019-20નો ચોથો અહેવાલ વિધાનસભામાં રજુ થયો
છેલ્લા બે વર્ષમાં 48 કરોડ 75 લાખ રૂપિયા માત્ર વેબસાઈટ ડેવલોપમેન્ટ ચાર્જ પેટે ચૂકવવામાં આવ્યા
 
મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનને દોડતી કરવા ભારત સરકારના 50 ટકા, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારના 25-25 ટકાની ભાગીદારી ધરાવતા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડનો વર્ષ 2019-20નો ચોથો અહેવાલ શુક્રવારે વિધાનસભામાં રજુ થયો હતો. જેમાં વિતેલા બે નાણાકિય વર્ષ દરમિયાન મહેમાનોના મનોરંજન પાછળ હેઠળ રૂ.81 લાખથી વધારે ખર્ચો કર્યાનું જાહેર થયુ છે.. 
 
બુલેટ ટ્રેન માટે ક્યાં કેટલો ખર્ચ થયો
 
નેશનલ હાઈ સ્પિડ રેલ કોર્પોરેશન લિમિટેડના અહેવાલમા અન્ય ખર્ચના હેડ હેઠળ વર્ષ 2018-19માં રૂ. 3476 કરોડ 93 લાખ અને વર્ષ 2019-20માં રૂ.5026 કરોડ 33 લાખ ખર્ચો થયાનું જણાવાયુ છે. જેમાં સૌથી વધુ ખર્ચો મુસાફરી અને આઉટસોર્સ પાછળ અનુક્રમે રૂ.2164 કરોડ 16 લાખ અને રૂ.2247 કરોડ 27 લાખ થયો છે. આ બે વર્ષમાં રૂ.48 કરોડ 75 લાખ વેબસાઈટ વિકાસ ચાર્જ પેટે ચૂકવવામાં આવ્યા છે. 
 
પ્રથમ તબક્કામાં વલસાડ સુધી ટ્રેન દોડાવવાનો વિચાર
 
મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ પોતાના હિસ્સાની મુડી આપવાનો ઈન્કાર કર્યો છે, તેવામાં જમીન સંપાદન પણ ઘોંચમાં પડતા પહેલા તબક્કામાં બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી વલસાડ વચ્ચે જ દોડતી કરવા કંપની આગળ વધી રહી છે. વાર્ષિક અહેવાલના નાણાકિય પરિણામોનો સારાંશમાં રૂ.20.000 કરોડની શેરમૂડી ધરાવતી આ કંપનીએ વર્ષ 2019-20માં કર કપાત પછી રૂપિયા 55 કરોડ 92 લાખનો કર્યાનું પણ વિધાનસભામાંથી જાહેર થયુ છે. હકિકતમા નેશનલ હાઈસ્પિડ રેલ કોર્પોરેશને હજી સુધી બૂલેટ ટ્રેન શરૂ પણ કરી નથી. ભારત અને ગુજરાત સરકારની માલિકીની આ કંપની પાસે હાલમાં પોતાના શેરભંડોળ અર્થાત સરકાર દ્વારા ઉમેરવામાં આવતા મુડી ભંડોળ સિવાય અન્ય કોઈ આવક નથી.
 
આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવો શક્ય નથી
 
અગાઉ NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવો શક્ય નથી, કારણ કે ગુજરાત તરફથી તમામ કાર્ય 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટમાં 352 કિલોમીટર લાંબી જમીનના 95 ટકા ભાગનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. જો કે મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરની જમીનમાંથી માત્ર 23 ટકા જ જમીનનું અધિગ્રહણ થઈ શક્યું છે. NHSRCL મહારાષ્ટ્રમાં 23 ટકા જમીનનું સંપાદન કરવામાં સક્ષમ છે. જો અમને અગામી 3 મહિનામાં લગભગ 70 થી 80 ટકા જમીન મેળવી લઈશું, તો જ અમે એકસાથે સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરી શકીશું. જો આવું નહીં થાય તો NHSRCLને પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેનને ગુજરાતના વલસાડ સુધી જ શરૂ કરવા પર વિચાર કરવો પડશે.  
 
મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને અનેક સમસ્યાઓ
 
મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને અનેક સમસ્યાઓ છે. પ્રોજેક્ટને ગુજરાત પુરતી શરૂ કરવા માટે અમે જાપાની સમકક્ષો સાથે વાટાઘાટો કરી રહ્યાં છીએ. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 8 અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશન હશે. હાલમાં વટવાથી વડોદરા અને વડોદરાથી ગુજરાત બોર્ડર સુધી સિવિલ કામગીરી શરૂ થઈ ગઈ છે. જ્યારે સાબરમતીથી વટવા સુધી 18 કિમી અને વડોદરાના 8 કિલોમીટર રૂટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુજરાતી જોક્સ - ત્રણ વાગ્યે પ્લમ્બરને ફોન

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vasant Panchami 2025-પીળી સાડીથી લઈને અનારકલી સૂટ સુધી, આ આકર્ષક ડિઝાઇનર ડ્રેસ સંપૂર્ણ છે

Moral Story- 19 ઉંટની વાર્તા

Baby Names on Shiva- ભોળાનાથના ના પર રાખો બાળકોના નામ

આલિયા ભટ્ટને ટામેટાંનું શાક ગમે છે, તમે પણ મસાલેદાર શાક ટ્રાય કરો.

આગળનો લેખ
Show comments