Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, જાપાને શેર કર્યો ફોટો

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, જાપાને શેર કર્યો ફોટો
, શનિવાર, 19 ડિસેમ્બર 2020 (12:27 IST)
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા લોકો માટે નવા વર્ષ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં જાપાનના દૂતાવાસે E5 સીરીઝ શિંકાનસેન બુલેટની કેટલીક તસવીરો શેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન ભારતીય અવતારમાં બુલેટ ટ્રેનના રૂપમાં દોડશે. આ બુલેટ ટ્રેન શરૂ થતાં મુંબઇ અને અમદાવાદ વચ્ચેનું અંતર ફક્ત 2 કલાકમાં પુરૂ કરી શકાશે.  Mumbai-Ahmedabad Bullet Train પ્રોજેક્ટ 2023 સુધી પુરો કરવાનો ટાર્ગેટ છે. તમને જણાવી દઇએ કે 2017ના રોજ પીએમ મોદી અને તેમના તત્કાલીન જાપાની સમકક્ષ શિંજો આબેએ દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 
webdunia
આ પ્રકારે ભારત તાઇવાન બાદ જાપાનની પ્રતિષ્ઠિત શિંકાનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી ખરીદનાર પ્રથમ દેશ બની ગયો. ટોક્યોએ પ્રોજેક્ટના ખર્ચ લગભગ 80 ટકા 88,000 કરોડ રૂપિયાની લોન આપવાની સહમતિ આપી હતી. 
webdunia
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 500 કિમીથી વધુનું અંતર કાપતાં મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડશે. કુલ અંતરમાં 21 કિમી સુરંગોમાંથી નિકળશે, જેમાં સાત કિમી સમુદ્ર નીચે હશે. બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેની મેક્સિમમ ગતિ 350 કિમી પ્રતિ કલાક રહેશે.  
 
તાજેતરમાં જ આ પ્રોજેક્ટ માટેના જમીન સંપાદન વિવાદનો ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારના રાજકીય વિરોધની આ પ્રોજેક્ટ પર અસર નહિ પડે તો આ સ્વપ્ન 2023માં સાકાર થતું ચોક્કસ જોવા મળશે. જેનો સીધો લાભ અમદાવાદ અને ગુજરાતના લોકોને મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Australia vs India 1st Test Match : LIVE ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ, બર્ન્સ-વેડની જોડી ક્રીઝ પર