Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Australia vs India 1st Test Match : LIVE ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ, બર્ન્સ-વેડની જોડી ક્રીઝ પર

Australia vs India 1st Test Match : LIVE ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ શરૂ, બર્ન્સ-વેડની જોડી ક્રીઝ પર
, શનિવાર, 19 ડિસેમ્બર 2020 (11:33 IST)
Australia vs India 1st Test Match Day-3: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર સિરીઝની પહેલી ટેસ્ટ એડિલેડના એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતે બીજી ઇનિંગ 36-9ના સ્કોર પર ડિકલેર કરી ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા 90 રનનો લક્ષ્યાંક આપ્યો.  ઓસ્ટ્રેલિયા માટે હાલ બીજા દાવમાં જો બર્ન્સ અને મૈથ્યુ વેડની જોડી બેટિંગ કરી રહી છે. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 244 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતના સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 191 રનમાં પેવેલિયન ભેગી થઈ.  ભારત તરફથી સ્પિનર ​​આર અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગના આધારે ભારતને 53 રનની નોંધપાત્ર લીડ મેળવી



ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર સિરીઝની પહેલી ટેસ્ટ એડિલેડના એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. આજે મેચના ત્રીજા દિવસે ભારત તેની બીજી ઇનિંગ રમી રહ્યું છે. મેચના બીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં 244 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતના સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 191 રનમાં પેવેલિયન ભેગી થઈ.  ભારત તરફથી સ્પિનર ​​આર અશ્વિને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગના આધારે ભારતને 53 રનની નોંધપાત્ર લીડ મેળવી. પરંતુ આજે ભારતની ખૂબ જ ખરાબ શરૂઆત જોવા મળી. અને ભારત માત્ર 31 રનના સ્કોર પર ઓલઆઉટની કગાર પર છે .
ઓસ્ટ્રેલિયાના બોલર જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરતાં એક જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને ઝટકા આપ્યા હતા. જેમાં વૃદ્ધિમાન સાહા અને આર અશ્વિનને પેવેલિયન મોકલી દીધા હતા. આ તેની ચોથી વિકેટ હતી. ટીમ ઇન્ડિયાનો સ્કોર આ સમયે 31-9 છે અને તેમની એકંદર લીડ 83 રન છે.
 
ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર 42 રનનો છે. ટીમ 1974માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે આટલા રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. જોકે આજે ટીમે 19 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 વિકેટના નુકસાને આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં ટીમે સાઉથ આફ્રિકા સામે 1996માં ડરબન ખાતે 25 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારત 66 રનમાં ઓલઆઉટ થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શીતલહેર: 7 દિવસમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, હજુ ઠંડી પડશે, ગુરૂવારે રાત્રે સીઝનની સૌથી વધુ ઠંડી