B’day Special: જાણો રવિ શાસ્ત્રીના કોચિંગ કેરિયરમાં ટીમ ઈંડિયાની ઉપલબ્ધિઓ

બુધવાર, 27 મે 2020 (12:16 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો બુધવારે (27 મે 2020) 58 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શાસ્ત્રીનો જન્મ 1962 માં મુંબઇમાં થયો હતો. તેમણે ડાબોડી સ્પિન બોલર તરીકે શરૂઆત કરી હતી પરંતુ પછી શાસ્ત્રીએ ખુદને બેટિંગ ઓલરાઉન્ડર બનાવી લીધો. 
 
વર્ષ 1985 માં શાસ્ત્રીને ધમાકેદાર ટિંગ માટે વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્રિકેટમાં ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 1983 માં જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી ત્યારે શાસ્ત્રી  તે ટીમનો ભાગ હતા. બેટિંગમાં નીચલા ક્રમથી શરૂઆત કરનારી શાસ્ત્રીને બાદમાં પ્રમોટ કરીને ટોચના ક્રમના  બેટ્સમેન બનાવાયા હતા.  જ્યાં તેમણે ઘણા વર્ષો સુધી રાજ કર્યુ. 
 
શાસ્ત્રી પોતાના ક્રિકેટ કેરિયરમાં કેપ્ટન ન બની શક્યા, જોકે તેઓ ઉપ-કપ્તાન જરૂર બન્યા.  ઘરેલું ક્રિકેટમાં શાસ્ત્રીએ ચોક્કસ બોમ્બેની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ બોમ્બેની ટીમ 1993-94માં રણજી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.
 
2014માં બન્યા ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર 
 
વર્ષ 1994 માં આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ.  પહેલીવાર તેઓ 2007માં  ટીમ ઈન્ડિયામાં મેનેજર તરીકે જોડાયા હતા. તેમનો  પ્રથમ પ્રવાસ બાંગ્લાદેશનો હતો. શાસ્ત્રી આઈસીસી ક્રિકેટ કમિટીમાં સભ્ય તરીકે રહ્યા (2009 થી 2016) 2014 માં ટીમ ઈન્ડિયાના ડાયરેક્ટર તરીકેનુ પદ સંભાળતા પહેલા તેમણે કોમેન્ટરી બોક્સની શોભા વધારી. એટલે કે તેમણે કમેંટેટર તરીકે કામ કર્યું. શાસ્ત્રીએ વર્ષ 2016 માં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું પરંતુ ત્યારબાદ 2017 માં તેમને હેડ કોચ બનાવ્યા હતા
 
 
શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમ ઇન્ડિયાની ઉપલબ્ધિઓ:
 
- 2018-19માં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી
- વર્ષ 2018-19માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી હતી. ટીમ ઈન્ડિયાની આ  ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત હતી. શાસ્ત્રી ઓ
- દક્ષિણ આફ્રિકામાં એક દિવસીય શ્રેણી જીતી (2018)
- ભારતીય ટીમે વર્ષ 2018 માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વનડે શ્રેણી જીતી હતી. ટીમ ઈન્ડિયા, ટેસ્ટ સિરીઝમાં 1-2થી હારનારી ટીમ ઈંડિયાએ આ પ્રવાસ દરમિયાન 6 મેચની વનડે સિરીઝ 5-1થી જીતી હતી. 
- ઘરઆંગણે સતત 11 ટેસ્ટ સિરીઝ જીતી
- ભારતીય ટીમે ઘરેલુ ટેસ્ટમાં સતત 11 શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયા આ સિધ્ધિ કરનારી પ્રથમ ટીમ છે.
- 80 ટેસ્ટ અને 150 વનડે રમ્યા
- 1981 માં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા પૂર્વ ઓલરાઉન્ડર, 80 ટેસ્ટમાં 11 સદી અને 12 અડધી સદીની મદદથી કુલ 3830 રન બનાવ્યા હતા, જેમાં 206 તેમનો સર્વોચ્ચ સ્કોર છે. શાસ્ત્રીએ 150 વનડેમાં 4 સદી અને 18 અડધી સદીની મદદથી 3108 રન બનાવ્યા હતા, જેમાં તેમનો 109 રનનો શ્રેષ્ઠ સ્કોર છે. બોલિંગમાં શાસ્ત્રીએ ટેસ્ટમાં 80 ટેસ્ટમાં 151 વિકેટ લીધી હતી જ્યારે વનડેમાં 129 વિકેટ લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ન્યુ નોર્મલ લાઈફ: ડેનિમે લોન્ચ કર્યું એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરસ ટ્રીટેડ કલેક્શન