Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુલેટ ટ્રેન માટે જમીન મુદ્દે હજુય ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્

બુલેટ ટ્રેન માટે જમીન મુદ્દે હજુય ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્
, બુધવાર, 22 જાન્યુઆરી 2020 (13:42 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન  માટે હજુય જમીન સંપાદનનો મુદ્દો ઉકેલાયો નથી. પુરતા ભાવ ન મળતા ખેડૂતો બુલેટ ટ્રેન માટે જમીન આપવા આનાકાની કરી રહ્યાં છે જેના કારણે હજુય આ મામલે ખેડૂતો અને સરકાર  વચ્ચે મડાગાંઠ જારી છે.

દરમિયાન,મહેસૂલ મંત્રી કૌશિક પટેલે બેઠક યોજીને જમીન સંપાદન અંગેની કામગીરીની સમિક્ષા કરી હતી. એટલું જ નહીં, ખેડૂતોને યોગ્ય જમીનના ભાવ આપવા સરકારે તૈયારી દર્શાવી છે. 

મુુંબઇથી અમદાવાદ શરૂ થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજુય જમીન સંપાદન થઇ શકી નથી. મહેસૂલ વિભાગ ખુદ વિધાનસભામાં કબૂલ્યું છેકે, વલસાડના 831 ખેડૂતોની 109,38,93 ચોમી જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત ભરૂચના 885 ખેડૂતોની 128,38,14 ચોમી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. જોકે, 1716 ખેડૂતો પૈકી 499 ખેડૂતોને રૂા.216 કરોડ ચૂકવીને જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી 1217 ખેડૂતોબુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપવા આનાકાની રહી રહ્યાં છે. 

આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ખેડૂતો સાથે એક બેઠક પણ યોજાઇ હતી જેમાં જમીનના ભાવને લઇને ખેડૂતોએ પોતાની વાત રજૂ કરી હતી. ખેડૂતોની એક જ માંગ છેકે,બજાર ભાવ મુજબ જમીનના ભાવ મળે. ખેડૂતોને જમીનનો યોગ્ય ભાવ મળી રહે તે માટે ખાતરી અપાઇ છે. જોકે, અિધકારીઓનો દાવો છેકે,  ટેકનિકલ મુદ્દાઓને લઇને અમુક જમીન સંપાદન બાકી રહ્યુ છે. 

70 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે.અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન એ રાજ્ય સરકાર માટે પણ એક પડકાર સમાન છે. આ મામલો છેક  કોર્ટ સુધી પહોંચ્યો છે એટલે કાયદાકીય લડત પણ ચાલી રહી છે. મહેલૂલ મંત્રી કૌશિક પટેલે પણ બેઠક યોજીને જમીન સંપાદનની કામગીરી અંગે અિધકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

સરકારની ખાતરી છતાંય ખેડૂતો જમીન આપવા હજુય આનાકાની રહ્યાં છે. આ જોતાં મહેસૂલ વિભાગે ત્રણ સિનિયર અિધકારીઓને જમીન સંપાદન માટેની કામગીરી સુપરત કરી છે. આમ, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મુદ્દો હજુ પેચિદો બન્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી 48 કલાકમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી