Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 162 નવી સરકારી માધ્યમિક તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (16:22 IST)
ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૫ હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા ૪૫ હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. ૬ હજાર શાળાઓમાં ૧ લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે. જ્યારે બીજી ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. ૧૬૨ નવી સરકારી માધ્યમિક શાળા તથા ૧૦ RMSA (Rashtriya Madhyamik Shiksha Abhiyan)માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.
 
નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે `૨૫૦ કરોડની જોગવાઇ
પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ની બજેટ જોગવાઇમાં `૧૧,૪૬૩ કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે `૫૫,૧૧૪ કરોડ કરવામાં આવી છે. સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા `૧૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે `૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
 
પી.એમ.પોષણ યોજના અંતર્ગત `૧૪૦૦ કરોડની જોગવાઇ
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે `૩૦૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને `૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્‍સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે `૨૬૦ કરોડની જોગવાઇ.વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત `૧૪૦૦ કરોડની જોગવાઇ છે. 
 
હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે `૧૩૪ કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૪૦૦ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી ૪૫૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવા `૧૬૦ કરોડની જોગવાઇ.બિન આદિજાતિ વિસ્તારની ૦૮ અને આદિજાતિ વિસ્તારની ૦૨ એમ કુલ ૧૦ નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે `૧૩૪ કરોડની જોગવાઇ.રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે `૧૦૧ કરોડની જોગવાઇ.શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા `૪૦ કરોડની જોગવાઇ.
 
ભવનોના સંચાલન અને નિભાવણી માટે ૪૨ કરોડની જોગવાઈ
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૩૦ કરોડની જોગવાઇ.માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ.સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા ૧૯૮ કરોડની જોગવાઈ. સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત i-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે ૪૨ કરોડની જોગવાઈ. સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે `૩૫ કરોડની જોગવાઈ. ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા `૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments