Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

ગુજરાત બજેટમાં મોટી જાહેરાત

kanubhai desai
, શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (11:38 IST)
kanubhai desai


- ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું
- કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય
- રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે
 
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરી રહ્યા છે. જેમા તેમણે આજે અનેક મોટી જાહેરાતો કરી છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે
 
નમો લક્ષ્મી યોજના
ગુજરાત મિશનની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને છે. આમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. બાળકો અને મહિલાઓ માટેનું માળખું વધુ સુદ્રઢ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અમલીકરણ કરવામાં આવશે. જેમાં 50 કરોડની જોગવાઈ છે.
 
નમો સરસ્વતી યોજના હેઠળ માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.
 
1300 કરોડની નિર્મલ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે
મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે
 
- મધ્યાહન ભોજનની ગુણવતા વધશે
 
નમો સરસ્વતી યોજનાની જાહેરાત
માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.
 
- અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી થશે
અમદાવાદ રિવરફ્રન્ટનો વિસ્તાર કરાશે. ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિ.મી. થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે.
 
- 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Budget 2024 Live - નવી રોજગારીની તક, નમો સરસ્વતી યોજના અમલ કરાશે