Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Budget 2024 Live - નવી રોજગારીની તક, નમો સરસ્વતી યોજના અમલ કરાશે

kanubhai desai
ગાંધીનગર, , શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (12:47 IST)
kanubhai desai

gujarat budget


- નાણામંત્રી કનુભાઈ દેસાઈ થોડીવારમાં બજેટ રજુ કરશે 
- ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ 
- બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો હોય તેવી શક્યતા
 
 ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું. આજે ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. તેઓ થોડીવારમાં ખાતાવહી લઈને ગૃહમાં પહોંચશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વખતનું બજેટ આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. તે ઉપરાંત આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો હોય તેવી શક્યતાઓ છે. 
 
ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ 
ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ છે. 2023-24ના બજેટની થીમ પોથી હતી. તેમજ આત્મનિર્ભર બજેટ તરીકે પણ ઓળખ આપી હતી. વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી.2022-23 ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું હતું. 
 
વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે
વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીનુ સૌથી મોટુ બજેટ રજૂ થવાની સંભાવના છે. વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ બજેટ રજૂ કરશે. તેમજ 3.30 લાખ કરોડ આસપાસ બજેટનું કદ રહેવાની શક્યતા છે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવશે. તેમજ પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનુ બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે.

12:40 PM, 2nd Feb
18 કરોડની જોગવાઈ કરવામાં આવી
તાલુકા મુજબ નવી 80 ફેમિલી કોર્ટ બનાવી અને મહેકમ ઊભું કરવા માટે 5 કરોડની જોગવાઈ
કપરાડા, બાવળા, અંજાર ખાતે નવી મામલતદાર કચેરી નિર્માણ સહિત કલેક્ટર, પ્રાંત કટેરી અને ક્વાટર્સના બાંધકામ કરવા માટે 183 કરોડની જોગવાઈ
રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી સામાન્ય લોકોને એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે એ માટે મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે.
25થી 60 વર્ષના માન્ય પત્રકારોને સામુહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 2 લાખ તથા મૃત્યુના કિસ્સામાં રૂપિયા 5 લાખથી વધારીને 10 લાખ સહાય કરવામાં આવી.
 
- ચાર શહેરમાં ટ્રાફિક પોલીસમાં જગ્યા ઉભી કરાશે
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી થશે
 
- 6 ITIને મેઘા ITI બનાવાશે
રાજ્યમાં 162 નવી માધ્યમિક શાળાઓ, 45 હજાર નવા ક્લાસરૂમ, 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળા શરૂ કરાશે.
 
- બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ધિરાણ અને સહાય યોજના માટે 600 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ માટે 4374 કરોડની જોગવાઈ
શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2659 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ

12:14 PM, 2nd Feb
ગ્રામ્ય સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવશે
 
- 200 આઉટ પોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈનું પોસ્ટિંગ કરાશે
- 18 કરોડની જોગવાઈ કરવામાં આવી
- તાલુકા મુજબ નવી 80 ફેમિલી કોર્ટ બનાવી અને મહેકમ ઊભું કરવા માટે 5 કરોડની જોગવાઈ
- કપરાડા, બાવળા, અંજાર ખાતે નવી મામલતદાર કચેરી નિર્માણ સહિત કલેક્ટર, પ્રાંત કટેરી અને ક્વાટર્સના બાંધકામ કરવા માટે 183 કરોડની જોગવાઈ
- રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી સામાન્ય લોકોને એક જ પ્લેટફોર્મ પરથી મળી રહે એ માટે મલ્ટી   મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે.
- 25થી 60 વર્ષના માન્ય પત્રકારોને સામુહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય મર્યાદા રૂપિયા 1 લાખથી વધારીને 2 લાખ તથા મૃત્યુના કિસ્સામાં રૂપિયા 5 લાખથી વધારીને 10 લાખ સહાય કરવામાં આવી.
 
- ચાર શહેરમાં ટ્રાફિક પોલીસમાં જગ્યા ઉભી કરાશે
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી થશે
 
- 6 ITIને મેઘા ITI બનાવાશે
રાજ્યમાં 162 નવી માધ્યમિક શાળાઓ, 45 હજાર નવા ક્લાસરૂમ, 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળા શરૂ કરાશે.
 
- બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ધિરાણ અને સહાય યોજના માટે 600 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ માટે 4374 કરોડની જોગવાઈ
શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2659 કરોડની જોગવાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ

11:27 AM, 2nd Feb
- 300 કરોડની નિર્મલ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
- 5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે
- મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે
- મધ્યાહન ભોજનની ગુણવતા વધશે
- આદિજાતિ અને પછાત વિસ્તારમાં સેન્ટ્રલાઈઝ કિચન બનાવાશે
- સ્માર્ટ આંગણવાડી માટે 1800 કરોડ જોગવાઈ
- કેન્સર માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ, અમદાવાદમાં કેન્સર સોસાયટી માટે
-  નવી રોજગારીની તક, નમો સરસ્વતી યોજના અમલ કરાશે
 

11:14 AM, 2nd Feb
- કનુભાઈ દેસાઈએ આ વર્ષને બજેટને ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ ગણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, 18થી 60 ટકાની રોજગારી આપવામાં આવે, શિક્ષણ અને કૌશલ્ય દ્વારા યુવાનોને તૈયાર કરવામાં આવશે
 
- નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનુ લક્ષ્ય 
ગુજરાત મિશનની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને છે. આમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. બાળકો અને મહિલાઓ માટેનું માળખું વધુ સુદ્રઢ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અમલીકરણ કરવામાં આવશે. જેમાં 50 કરોડની જોગવાઈ છે.
 

10:47 AM, 2nd Feb
- કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત 2047નું આહવાન છે ત્યારે ગુજરાત સરકારે રોડ મેપ રજૂ કર્યો છે. ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતા માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે.


- કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત 2047નું આહવાન છે ત્યારે ગુજરાત સરકારે રોડ મેપ રજૂ કર્યો છે. ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતા માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે.
 
- કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરવાના મુડમાં જોવા મળી રહ્યા છે. કનુ દેસાઈ આવ્યા ત્યારે તેમણે રોકાઈ રહેવાની ફરજ પડી હતી અને બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. 

webdunia
gujarat congress 

webdunia
gujarat congress


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોવામાં લગ્ન કરશે Rakul-Jackky ક્યારે અને ક્યાં હોસ્ટ કરશે ગ્રેંડ રિસેપ્શન