Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિયાગ્રા લઈને પહોચ્યો પતિ, પત્નીએ સંબંધ બનાવવાની ના પાડી તો ધારદાર હથિયારથી કરી હત્યા

Webdunia
ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (12:32 IST)
દુનિયાભરમાં કપલ અને તેમના સંબંધોના અનેક વિચિત્ર કિસ્સા સામે આવ્યા છે. ઘણીવાર લોકો સેક્સ પાવર વધારવા અને પાર્ટનરને ખુશ કરવા માટે પણ વિયાગ્રા લેતા હોય છે. આને લગતો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો ઈટાલીથી સામે આવ્યો છે જ્યારે એક પત્નીએ તેના પતિને ના પાડી દીધી કારણ કે તેનો પતિ વિયાગ્રા લઈને બેડરૂમમાં પહોંચી ગયો હતો. આ પછી ગુસ્સે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી.
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના ઈટલીના એક શહેરની છે. ન્યૂયોર્ક પોસ્ટની એક રિપોર્ટ મુજબ આ બધુ ક્રિસમસની રાત્રે થયુ હતુ. જ્યારે પતિ વિયાગ્રા લઈને પત્ની પાસે પહોંચ્યો.  જેવી પત્નીને વિદ્યાગ્રાની વાત જાણ થઈ તો તેણે સંબંધ બનાવવાની ના પાડી દીધી. ત્યારબાદ પતિ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો. આ ઝગડો એ હદ સુધી પહોચ્યો કે પતિએ પોતાની પત્નીની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી. 
 
રિપોર્ટ મુજબ વ્યક્તિનુ નામ વીટો કાંગિની છે અને તેની પત્નીનુ નામ નતાલિયા ક્યારીચોક છે. આ સમગ્ર ઘટના ક્રિસમસની રાતની છે. નવાઈની વાત એ પણ છે કે પતિની વય 80 વર્ષ છે જ્યારે કે પત્નીની વય 61ની છે.  આ વૃદ્ધ વ્યક્તિએ યૌન સંબંધ બનાવતા પહેલા વિયાગ્રાની ડોઝ લઈ લીધી હતી અને આ કારણે પત્નીએ સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. 
 
એવુ બતાવાયુ છે કે પત્નીને માર્યા પછી તે સૂઈ ગયો અને સવારે ઉઠ્યા પછી તે પોતાના કૂતરાને આંટો મારવા લઈ ગયો અને પછી ઘરે આવીને પોતાનુ કામ કરવા લાગ્યો જેવુ કે કશુ પણ થયુ જ નથી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પતિએ આ વાતની ચોખવટ પોતાના પત્નીના બોસને કરી. આટલુ સાંભળતા જ બોસના હોશ ઉડી ગયા. સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ