Publish Date: Sun, 07 Nov 2021 (10:38 IST)
Updated Date: Sun, 07 Nov 2021 (10:41 IST)
ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના ઘર પર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા. ઇરાકી સૈન્યએ જણાવ્યું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ PM કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે.