Webdunia - Bharat's app for daily news and videos

Install App

ENG vs WI, 1st Test: વેસ્ટઈંડિઝે ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ઈગ્લેંડને 4 વિકેટથી હરાવ્યુ

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (09:11 IST)
કોરોનાકાળમાં ખાસ નિયમો સાથે રમાઈ રહેલી પહેલી ઐતિહાસિક ટેસ્ટ મૅચમાં વેસ્ટ ઇંડીઝના બૉલરોએ તરખાટ મચાવ્યો છે અને ઇંગ્લૅન્ડની ટીમને પહેલી ઇનિંગમાં 204 રનમાં ઑલઆઉટ કરી દીધી છે. બુધવારથી સાઉથૅમ્પ્ટનમાં શરૂઆતમાં વરસાદના વિઘ્ન બાદ ઇંગ્લૅન્ડ અને વેસ્ટઇંડીઝ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ શરૂ થઈ હતી જેમાં ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. વેસ્ટ ઇંડીઝ વતી કૅપ્ટન હોલ્ડરે 6 અને ગેબ્રિયલે 4 વિકેટ ઝડપી છે. ઇંગ્લૅન્ડની કપ્તાની કરી રહેલા બૅન સ્ટૉક્સે 43 રનની ઉપયોગી રમત રમી ટીમને 204 રન સુધી પહોંચાડી છે.  વેસ્ટ ઇન્ડીઝ પાસે 200 રનનું લક્ષ્યાંક હતું જે તેણે રમતના પાંચમા અને અંતિમ દિવસે છ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. બાયો સલામત વાતાવરણમાં બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 16 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાશે.
 
 
વિન્ડિઝ ટીમ માટે બ્લેકવુડે 154 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા, જ્યારે રોસ્ટન ચેઝે 88 બોલમાં 37 રન બનાવ્યા. જેસન હોલ્ડરે અણનમ 14 અને ડોરીચે અણનમ 20 રન બનાવ્યા હતા. બીજી તરફ, ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચેરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે કેપ્ટન સ્ટોક્સે 2 વિકેટ ઝડપી હતી. અગાઉ ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 204 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 313 રન બનાવ્યા હતા. બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝની પ્રથમ ઇનિંગ્સ 318 રન પર સમેટાય ગઇ હતી અને 200 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
 
200 ના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ વેસ્ટ ઇન્ડીઝની ટીમની શરૂઆત જોફ્રા આર્ચરે બગાડી દીધી હતી. જોફ્રા આર્ચરએ સવારના સત્રમાં ક્રેગ બ્રેથવેટ (ચાર) અને સમર બ્રૂક્સ (શૂન્ય) ને પેવેલિયન મોકલ્યો જ્યારે માર્ક વુડે શાય હોપ (નવ) ની વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડીઝની મુશ્કેલીઓ પણ વધી છે કારણ કે ઓપનર જોન કેમ્પબેલ ઘાયલ થયો છે. આર્ચરના યોર્કર તેના પગપર લાગ્યો અને તેને મેદાન છોડવાની ફરજ પડી.
 
કોરોનાને કારણે ટેસ્ટ મૅચના નિયમમાં ફેરફાર 
 
ખેલાડીઓને બૉલની ઉપર થૂંક લગાડવાની મંજૂરી નહીં હોય અને બંને અમ્પાયર કોઈ તટસ્થ દેશને બદલે ઇંગ્લૅન્ડના જ રહેશે.
સ્ટૉક્સનું કહેવું છે, "મને ખ્યાલ છે કે અમને કોઈ દર્શકનો અવાજ સાંભળવા નહીં મળે, ન તો અમારો ઉત્સાહ વધારનારી ભીડ હશે, પરંતુ દર્શક ન હોવા એ મૅચની ઓછી તૈયારી માટેનું બહાનું ન હોઈ શકે." 
 
તેમણે ઉમેર્યું, "આપે જોવું ઘટે કે જ્યારે આપ મેદાન ઉપર ઉતરો છો, ત્યારે તમે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા હો છો. જ્યારે તમારી છાતી ઉપર ત્રણ સિંહનું ચિહ્ન હોય, ત્યારે તેનાથી વધુ ગર્વની કોઈ વાત ન હોય શકે. સ્ટેન્ડમાં કોઈ ન હોય તો પણ તે આપને ગર્વનો અહેસાસ કરાવે જ છે."
 
વેસ્ટ ઇંડીઝે 1988 પછી ઇંગ્લૅન્ડમાં કોઈ શ્રેણી જીતી નથી, પરંતુ 2019ના શરૂઆતના ભાગમાં વિઝડન ટ્રૉફીમાં વેસ્ટ ઇંડીઝે હરીફ ઇંગ્લૅન્ડને 2-1થી પરાજય આપ્યો હતો. કોરોનાને કારણે વેસ્ટ ઇંડીઝથના ડેરેન બ્રાવો તથા શિમરોન હેટમાયરે રમવાનો ઇન્કાર કરી દીધો હતો.
 
વેસ્ટ ઇંડીઝના કૅપ્ટન જેસન હૉલ્ડરનું કહેવું છે, "ઇંગ્લૅન્ડને હરાવવા માટે અમારી ટીમ સજ્જ છે. ઇંગ્લૅન્ડને હોમગ્રાઉન્ડનો લાભ મળશે, પરંતુ ઇંગ્લૅન્ડને હરાવવા માટે જે કંઈ જરૂરી છે, તે અમારી પાસે છે, અમે શાનદાર રમતનું પ્રદર્શન કરીશું."
 
આ ભાગીદારીથી મેચ પલટાઈ ગઈ
 
હોપ વુડ પર ડ્રાઇવ કરવાના પ્રયાસમાં ચૂકી ગયો હતો. વેસ્ટ ઇન્ડીઝ માટે બીજા સત્રનું આકર્ષણ બ્લેકવુડની અડધી સદી રહ્યું. તેમણે અત્યાર સુધીમાં આઠ ચોગ્ગા ફટકાર્યા છે. ચેઝનો તેને સારો સપોર્ટ મળ્યો. ચેઝને આર્ચરના બાઉન્સર પર વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. આ દરમિયાન શેન ડોરીચે બ્લેકવુડ સાથે 68 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી, જેમાં 20 રન બનાવ્યા, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. ડોવિરચે બેન સ્ટોક્સને બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 5 વિકેટે 168 પર પહોંચી ચૂકયો હતો.
 
સદી ચૂકી ગયો, પરંતુ બ્લેકવુડે મેચ જીતાડી દીધી
 
95 રન બનાવનાર બ્લેકવુડ માત્ર 5 રનથી સદી ચૂકી ગયો હતો. તેને જેમ્સ એન્ડરસનના હાથમાં બેન સ્ટોક્સે કેચ કરાવ્યો. બ્લેકવુડે 154 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા. જો કે, તેની વિકેટથી કંઇ ખાસ ફરક પડી શક્યો નહીં. કારણ કે વેસ્ટ ઇન્ડીઝ 189/6 સુધી પહોંચી ગયું હતું અને તેને ફક્ત 11 રનની જરૂર હતી. ત્યારબાદ કેપ્ટન જેસન હોલ્ડરે અણનમ 14 અને ડોરીચે અણનમ 20 રન બનાવી ટીમને વિજય અપાવ્યો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments