Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

MS Dhoni ના રિટાયરમેંટની અફવાથી નારાજ પત્ની સાક્ષીએ કર્યુ ટ્વીટ, પછી કર્યુ ડીલિટ

MS Dhoni ના રિટાયરમેંટની અફવાથી નારાજ પત્ની સાક્ષીએ કર્યુ ટ્વીટ, પછી કર્યુ ડીલિટ
, ગુરુવાર, 28 મે 2020 (12:53 IST)
મહેન્દ્રસિંહ ધોની ભલે ક્રિકેટ રમે કે ન રમે પણ તે ચર્ચામાં હંમેશા રહે છે.  ઘણા સમયથી ધોનીની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઘણી અટકળો ચાલી રહી છે. પરંતુ આ હોવા છતાં ખુદ ધોની, ટીમ ઇન્ડિયા, કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી, ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ, પસંદગીકારો, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ 
આ મુદ્દે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં બુધવારે (27 મે) ધોની રિટાયરિસ  (#DhoniRetires) એ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયુ હતું. સોશિયલ મીડિયા પર ધોનીના નિવૃત્તિના સમાચારને કારણે તેની પત્ની સાક્ષી ભારે ગુસ્સે થઈ હતી.
 
સોશિયલ મીડિયા પર #dhoniretires ટ્રેન્ડ જોઈને સાક્ષી પોતાને રોકી ન શકી. તેણે ટ્વિટ કર્યું કે, આ માત્ર અફવા છે. હું જાણું છું કે લૉકડાઉનમાં લોકો માનસિક રીતે પરેશાન છે. જોકે, ટ્વિટ થોડા સમય બાદ ડીલીટ કરી દેવામાં આવ્યું.
 
આ પહેલીવાર નથી જ્યારે સાક્ષીએ ધોનીની નિવૃત્તિના સમાચારોને ખોટા બતાવ્યા હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ તેણે એક અફવા તરીકે ટ્વિટર પર ધોનીના નિવૃત્તિના સમાચારને એક અફવા ગણાવ્યા હતા 
 
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટન છે. વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની પરાજય બાદ તે ટીમ ઈન્ડિયા માટે મેચ રમ્યો નથી. આ દરમિયાન ધોનીની નિવૃત્તિ અંગે પણ ચર્ચાઓ થઈ છે. જો કે ખુદ ધોનીએ પણ નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હવે મોટો સવાલ બાકી છે કે શું ધોની ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે કે પછી 2019 ની મેચ તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનશે?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકડાઊન દરમિયાન નાગરિકો પાસેથી MRP કરતાં વધુ કિંમત લેનાર વેપારીઓ થઇ જજો સાવધાન