suvichar

Monalisa Bhosle Age: શુ સગીર છે મોનાલિસા ? પતિ ફરમાન ખાન પોક્સો કેસમાંં શુ જશે જેલ ?

Webdunia
શુક્રવાર, 10 એપ્રિલ 2026 (13:34 IST)
Monalisa Bhosle Age: મહાકુંભ દ્વારા રાતો રાત ફેમસ થનારી વાયરલ ગર્લ મોનાલિસા ભોંસલે પોતાના લગ્નને લઈને વિવાદોમાં આવી ગઈ છે. તેણે અભિનેતા ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે જને તે છ મહિના પહેલા જ મળી હતી.   અભિનેત્રીનો પરિવાર આ લગ્નથી ખુશ નથી. સોશિયલ મીડિયા પર મોનાલિસા અને ફરમાનના લગ્નને લઈને ખૂબ કંટ્રોવર્સી થઈ રહી છે.  આ મુદ્દો મોનાલિસાની વયને લઈને ઉભો થયો છે.  
 
ઉલ્લેખનીય છે કે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા ભોંસલે ફક્ત 17 વર્ષની છે.  આવામા તે સગીર થઈને લગ્ન કેવી રીતે કરી શકે છે. તેના લગ્ન પર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ લવ જિહાદ જેવા આરોપ પણ લગાવ્યો. હવે આ બધા દાવા પર અભિનેત્રીએ સાર્વજનિક રિએક્ટ કર્યુ છે.  
 

મોનાલિસા ભોંસલે ની વય પર બબાલ 

 
અભિનેત્રી મોનાલિસા ભોસલેએ કેરળના તિરુવનંતપુરમમાં આવેલ અરુમાનૂર મંદિરમાં તેના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં મોનાલિસાએ સ્પષ્ટ કર્યું હતું કે તે 18 વર્ષની થઈ ગઈ છે અને કાયદેસર રીતે પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેના પિતા તેની ઈચ્છા વિરુદ્ધ અન્ય કોઈ સાથે લગ્ન કરાવવા માંગતા હતા, જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે.
 

ફિલ્મના સેટ પર શરૂ થઈ લવ સ્ટોરી

 
મોનાલિસા અને ફરમાનની પહેલી મુલાકાત લગભગ છ મહિના પહેલા મલયાલમ ફિલ્મ 'નાગમ્મા'ના મુહૂર્ત સમારોહ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં ફરમાન વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે મોનાલિસા મુખ્ય અભિનેત્રી છે. ફરમાનના દાવા મુજબ, મોનાલિસાએ જ તેને પહેલા પ્રપોઝ કર્યું હતું. શરૂઆતમાં તેણે ના પાડી હતી, પરંતુ બાદમાં અભિનેત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો, જેના પછી તેમની પ્રેમ કહાની આગળ વધી હતી.
 

કેરળમાં સ્થાયી થવાની ઈચ્છા અને સુરક્ષાની માંગ

 
લગ્ન બાદ આ યુગલે કેરળ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કેરળની સંસ્કૃતિ અને ત્યાંના વાતાવરણના વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં ત્યાં જ સ્થાયી થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં બંને પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને ઈચ્છે છે કે તેમને પોતાની મરજીથી જીવન જીવવાની તક આપવામાં આવે.
 
'લવ જિહાદ'ના આરોપો પર મોનાલિસાનો જવાબ
 
મોનાલિસાને બોલિવૂડમાં બ્રેક આપનાર દિગ્દર્શક સનોજ મિશ્રાએ આ લગ્ન પર દુઃખ વ્યક્ત કરતા તેને 'લવ જિહાદ' ગણાવ્યું છે. જોકે, મોનાલિસાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે આ લગ્ન કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ તેની સંપૂર્ણ મરજીથી થયા છે અને તેણે હિન્દુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં સાત ફેરા લીધા છે. તેણે આ મામલાને માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ ગણાવ્યો છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Pehle Bharat Ghumo - એપ્રિલમા હનીમૂન માટે બનાવી રહ્યા છો પ્લાન, તો આ જગ્યાઓ છે સૌથી સારી

શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

શું તમે પણ દાળને વારેઘડીએ ગરમ કરો છો, તો આજે જ થઈ જાવ સાવધાન, નહિ તો થશે આ નુકશાન

Benefites of Shalabhasana- શલભાસન યોગના ફાયદા

આગળનો લેખ
Show comments