ઉત્તર પ્રદેશના મિર્જાપુર જીલ્લામાં જીમની આડમાં ધર્માતરણનુ ષડયંત્ર સામે આવ્યુ છે. આરોપિત યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા હતા. આ બધા એઆઈથી ફરજી વીડિયો બનાવીને પણ બ્લેકમેલ કરતા હતા. મળતી માહિતી મુજબ જીમ કરતા વખતે યુવતીઓનો આપત્તિજનક વીડિયો બનાવી લેતા હતા પછી તેના આધાર પર બ્લેકમેલ કરતા હતા.
મિર્જાપુર ઉત્તર પ્રદેશના મિર્જાપુર જીલ્લામાં જીમની આડમા ધર્માતરણની રમત સામે આવી છે. આરોપિત યુવતીઓનો અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતા હતા. આ બધા એઆઈથી ફેક વીડિયો બનાવીને પણ બ્લેકમેલ કરતા હતા. મળતી માહિતી મુજબ જીમ કરતી વખતે તે યુવતીઓનો આપત્તિજનક વીડિઓ બનાવી લેતા હતા અને પછી તેના અધાર પર બ્લેકમેલ કરતા હતા. આરોપીઓ વીડિયો બનાવીને પીડિતોને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરતો હતો. આ કેસની તપાસમાં પોલીસ ઘણા મોટા નામોનો પર્દાફાશ કરી શકે છે. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. જોકે, છ વ્યક્તિઓ અને અનેક અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ જિલ્લાના ગ્રામીણ કોતવાલી વિસ્તારનો કેસ છે. પ્રેમના જાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. KGN, આયર્ન ફાયર અને બી ફિટ જીમની 3 શાખાઓમાંથી ધર્મ પરિવર્તનનો ખેલ ચાલી રહ્યો હતો. છોકરીઓને દિવસમાં પાંચ વખત નમાઝ પઢાવવા માટે મજબૂર કરવામાં આવી રહી હતી અને તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દરગાહ પર લઈ જવામાં આવી રહી હતી. પોલીસે મોહમ્મદ શેખ અને ફૈઝલ ખાનની ધરપકડ કરી છે. ઝહીર અને સદાબની પૂછપરછ કરવામાં આવી રહી છે.