Festival Posters

સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરની યાદમાં બે દિવસીનો રાજકીય શોક જાહેર સન્માનના રૂપમાં 2 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Webdunia
રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (10:39 IST)
સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરની યાદમાં બે દિવસીનો રાજકીય શોક જાહેર  સન્માનના રૂપમાં 2 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે'

રવિવારે દેશની પ્રખ્યાત ગાયિકા અને ગાયિકા લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. કેન્દ્ર સરકારે લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાજકીય હસ્તીઓથી લઈને બોલીવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોએ લતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

દુનિયામાં કોઇ પણ સ્ત્રી આજ સુધી એવી નથી થઈ કે જેને પોતાના અવાજ પર આટલુ બધું નામ અને દૌલતની કમાણી કરી હોય. લતાજીએ પોતાના અવાજને હવામાં વિખેરીને બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને સમયાંતરે આનંદ પહોચાડ્યો છે. તેમણે લોરી ગાઈને બાળકોને સુવડાવ્યા છે. યુવા વર્ગને તેમના પ્રેમની અભિવ્યક્તિ આપી છે. ઘરડાઓને તેમના એકલાપણામાં પોતાના અવાજનો સહારો આપ્યો છે.
સમગ્ર મંગેશકર પરિવાર પોતાની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યો છે. જ્યા સુધી ધરતી પર સુરજ, 
 
ચાંદ અને તારાઓ રહેશે ત્યાર સુધી લતાજીનો અવાજ આપણી આસપાસ ગુંજતો રહેશે. આવો તો લતાજી વિશે થોડીક દિલચસ્પ વાતો જાણીએ :
 
- લતા માટે ગાવાનું પૂજા સમાન છે. રેકોર્ડીંગના સમયે હંમેશા તે ઉઘાડા પગે જ જાય છે.
- તેમના પિતાજી દ્વારા અપાયેલ તંબુરો તેમને હજી સુધી સાચવી રાખ્યો છે.
 
- લતાને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. વિદેશોમાં તેમના દ્વારા ઉતારવામાં આવેલ છાયાચિત્રોનું પ્રદર્શન પણ લાગી ચુક્યું છે.
 
- રમતમાં તેમને ક્રિકેટ ખુબ જ ગમે છે. ભારતની કોઇ મોટી મેચ હોય તો તે ઘરનું બધું જ કામ છોડીને મેચ જોવાનું પસંદ કરે છે.
-કાગળ પર કંઈ પણ લખતા પહેલા તે શ્રીકૃષ્ણ લખે છે.
 
- આ વાત થોડીક વિચિત્ર લાગી શકે તેમ છે પરંતુ સાચી છે. હિટ ગીત 'આયેગા આને વાલા' માટે તેમને 22 રીટેક આપવા પડ્યાં હતાં.
 
- લતાનું પસંદગીનું ખાવાનું કોલ્હાપુરી મટન અને તળેલી માછલી છે.
 
- ચેખર, ટૉલસ્ટૉચ, ખલીલ અને જીબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તે જ્ઞાનેશ્વરી અને ગીતાને પણ પસંદ કરે છે.
- કુંદનલાલ સહગલ અને નૂરજહા તેમના પસંદગીના ગાયકો છે.
 
- શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં તેમને પંડિત રવિશંકર, જશરાજ, ભીમસેન, બડે ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ છે.
 
- ગુરુદત્ત, સત્યજીત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ છે.
 
- રોજ સૂતા પહેલા તે ભગવાનને ધન્યવાદ કહેવાનું નથી ભુલતી.
- તહેવારોમાં તેમને દિવાળી ખુબ જ પસંદ છે.
 
- ભારતીય ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ, મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખુબ જ પસંદ છે.
 
- પડોસન, ગોન વિથ ધ વિંડ અને ટાઇટેનિક લતાની મનપસંદ ફિલ્મો છે.
 
-બીજાઓ પર વિશ્વાસ કરી લેવાની પોતાની આદતને તે પોતાની કમજોરી માને છે.
- લતાએ 5 વર્ષની વયે ગીત ગાવાનુ શરૂ કર્યુ હતુ. સ્ટેજ પર ગાતા તેમને પહેલી વખત 25 રૂપિયા મળ્યા હતા, જેને તેઓ પોતાની પહેલી કમાણી માનતાં હતાં. અભિનેત્રીના 
 
રૂપમાં તેમને પહેલી વખત 300 રૂપિયા મળ્યાં હતાં.
 
- ઉસ્તાદ અમાન ખા ભિંડિ બજારવાળા અને પડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરૂ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ શ્રીકૃષ્ણ શર્મા હતાં.
- મહાશિવરાત્રિ, શ્રાવણના સોમવાર સિવાય તે ગુરૂવારનું વ્રત રાખે છે.
 
- લતાએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'કિતી હંસલી' માં ગાયું હતું પરંતુ કોઇ કારણોસર તે ગીતનો ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Paan Thandai- સ્વાદિષ્ટ પાન ઠંડાઈ કેવી રીતે બનાવવી

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

Tapping Benefits- 30 વર્ષની ઉંમર પછી, શરીરના આ 2 ભાગો પર ટેપ કરો અને જાદુ જુઓ

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

આગળનો લેખ
Show comments