Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લતા મંગેશકરની હાલત જાણવા પહોંચી શ્રદ્ધા કપૂર, હોસ્પિટલની બહાર ઉદાસ ચહેરા સાથે જોવા મળી

લતા મંગેશકરની હાલત જાણવા પહોંચી શ્રદ્ધા કપૂર, હોસ્પિટલની બહાર ઉદાસ ચહેરા સાથે જોવા મળી
, રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (09:44 IST)
લતા મંગેશકર (Lata Mangeshkar)ની હાલતમાં થોડા દિવસ પહેલા સુધારો થયો હતો. પરંતુ હાલ જાણવા મળ્યુ છે કે તેમને ફરીથી વેંટિલેટર પર મુકવામાં આવ્યા છે. ડોક્ટર્સ ઝીટવટાઈથી તેમની હાલત પર નજર રાખી રહ્યા છે અને તેમના આરોગ્યને ફરીથી તંદુરસ્ત બનાવવા માટે દરેક શક્ય ઉપાય કરી રહ્યા છે. 92 વર્ષીય લતા મંગેશકર 8 જાન્યુઆરીથી હોસ્પિટલમાં છે જ્યાં ન્યુમોનિયા થયા બાદ  ભારત રત્ન સુર સામ્રાજ્ઞીને દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જે તેમના ઘર લતા કુંજથી માત્ર 500 મીટર દૂર છે. ડૉ. પ્રતિત સમદાની જેઓ  ફેફસાના નિષ્ણાત છે તેઓ તેમની સારવાર કરી રહ્યા છે. તેમણે લતાજીના સ્વાસ્થ્યની અપડેટ આપી છે.
 
રાજ ઠાકરે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા
એમએનએસ  ચીફ રાજ ઠાકરે લતા મંગેશકરની હાલત જાણવા માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા છે. બીજી તરફ, વીવીઆઈપી લોકોના આગમન અને મીડિયા એકત્ર થવાની વાતને ધ્યાનમાં રાખતા પોલીસે બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર બેરિકેડિંગ કરીને સુરક્ષા વધારી દીધી છે.
 
પહેલા વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યુ હતુ 
 
28 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લતા મંગેશકર પર દવાઓની સારી અસર થઈ રહી હતી. જે બાદ તેમને વેન્ટિલેટર પરથી હટાવીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવી જશે, પરંતુ આજના સમાચારે તેમના ચાહકોની ચિંતા વધારી દીધી છે. આ સાથે જ ઈન્ડસ્ટ્રીના લોકો પણ તેમની તબિયત જલ્દી સુધરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
 
ન્યુમોનિયાથી ઠીક થઈ ચુક્યા હતા 
ડૉક્ટરોનું કહેવું છે કે તે ન્યુમોનિયામાંથી સાજા થઈ ગયા હતા અને તેમણે આંખો પણ ખોલી હતી. મહારાષ્ટ્ર સરકાર પણ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગયા અઠવાડિયે મીડિયા સાથે વાત કરતા માહિતી આપી હતી કે તેઓ ન્યુમોનિયાથી સાજા થઈ ગયા છે. કોવિડ 19 પછી, ડોકટરો ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે સારવારમાં કોઈ બેદરકારી ન થાય. પરંતુ ડોક્ટર્સ તેમની જૂની બીમારીઓને ધ્યાનમાં મુકીને આ વાતની પણ ચિંતા કરી રહ્યા છે કે દવાઓને કામ કરવામાં સમય લાગી રહ્યો છે. 
 
અફવાઓ પર ધ્યાન ન આપો 
જ્યારથી લતા મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે, ત્યારથી તેમના સ્વાસ્થ્ય વિશે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. તેથી, હોસ્પિટલથી લઈને પરિવારના સભ્યો સતત મીડિયાને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ કરે છે અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karishma Tanna And Varun Bangera wedding: કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાએ બાંધ્યા લગ્ન, લગ્નની તસવીર- વીડિયો વાયરલ