Festival Posters

Karva Chauth 2017- કરવા ચોથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2017 (07:30 IST)
પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચોથ 8 ઓક્ટોબરે છે. સુહાગન મહિલાઓ તેમના પતિ માટે અને અપરિણીત છોકરીઓ સારા વરની ઈચ્છાથી આ દિવસે નિર્જલા ઉપવાસ રાખે છે અને ચંદ્રમાને અર્ધ્ય આઓઈબે જ વ્રતનુ પારણુ કરે છે. 
કરવા ચોથ  પૂજા મૂહૂર્ત 
દિવસ-રવિવાર
તારીખ- 8 ઓક્ટોબર 
કરવા ચૌથ પૂજા મૂહૂર્ત 17:55 થી 19:09
ચંદ્રોદય-20:14
 
 
અખંડ સૌભાગ્યનો મળે છે આશીર્વાદ 
જો કરો છો કોઈથી પ્રેમ તો જરૂર કરો આ વ્રત કરવાથી સુહાગનના પતિની ઉમ્ર લાંબી હોય છે, તેને સુખ-સમૃદ્ધિ પણ મળે છે. આ વ્રતને કરનાર મહિલાને અખંડ સૌભાગ્યનો ગૌરવ મળે છે.  
 
- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો. 
 
- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 
- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 
- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 
- પાણીથી ભરેલો લોટો મુકો.
 
- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 
- કરવા પર સ્વસ્તિક બનાવો.
 
- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો. 
 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે' 
 
- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 
- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 
- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 
- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 
- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
 
મહાભારતથી સંબંધ- આ વ્રતના ચમત્કારી હોવાની એક કથા છે જ્યારે પાંદવ વનવાસ કરી રહ્યા હતા તો ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બેનપણી દ્રોપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યું હતું. આ વ્રત કરનારને અખંડ સૌભાગ્ય હોવાનું ગૌરવ મળે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

આગળનો લેખ
Show comments