Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Na Upay: મંગળવારે જરૂર કરો આ હનુમાનજીના આ ઉપાય, દરેક મનોકામના થશે પુરી

Mangalwar Na Upay: મંગળવારે જરૂર કરો આ હનુમાનજીના આ ઉપાય  દરેક મનોકામના થશે પુરી
Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (00:19 IST)
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. એવુ કહેવાય છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પવન પુત્ર હનુમાનની કૃપા પ્રાપ્ત થવા માંડે છે અને સંકટોનો નાશ પણ થઈ જાય છે.  આ દિવસે સંકટ મોચનની વિધિપૂર્વક પૂજા કરવા અને કેટલાક ઉપાય અપનાવવાથી જીવનની બધી પરેશાનીઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. મંગળવારે  કરવામાં આવેલા ખાસ ઉપાયથી હનુમાનજી પ્રસન્ન થઈને પોતાનો આશીર્વાદ પ્રદાન કરે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પુર્ણ પણ કરે છે. સાથે જ જ્યોતિષિઓનુ માનીએ તો મંગળવારે કરવામાં આવેલા ઉપાયો કરવાથી રાજ્યોની પ્રાપ્તિ થઈ જાય છે. તો ચાલો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવઆ માટે કયા ખાસ ઉપાય કરવા જોઈએ તેના વિશે... 
 
- જ્યોતિષ અનુસાર હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરવા માટે મંગળવારે બજરંગબલીને કેસર સિંદૂર ઘી ચઢાવવું જોઈએ.
- માન્યતા અનુસાર મંગળવારના દિવસે મંદિરમાં જઈને રામ નામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આવનારી મુશ્કેલીઓનો પણ અંત આવે છે.
-જો શક્ય હોય તો મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી હનુમાનજીની કૃપાથી ક્યારેય પૈસા અને ભોજનની કમી નથી આવતી.
- જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે મંગળવારે ચોલા ચઢાવવા જોઈએ. આ દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરો.
- કહેવાય છે કે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા બાદ વડના ઝાડના પાન પર લાલ પેનથી પોતાની ઈચ્છા લખીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીને સોપારી ચઢાવવી જોઈએ. આમ કરવાથી તમને સફળતા મળશે.
- જો રાત્રે ખરાબ સપના આવવા લાગે તો મંગળવારના દિવસે ફટકડીને પગ પર રાખીને પગથી દૂર કરીને તેને કોઈ એકાંત સ્થાન પર ફેંકી દેવી જોઈએ.
- મંગળવારે હનુમાનજીની સામે બેસીને શ્રી રામચંદ્રના કોઈપણ મંત્રનો જાપ કરો. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય ચાલુ રાખવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

આગળનો લેખ
Show comments