Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન વિષ્ણુની આરાધના, જપ, પવિત્ર અધિક માસનું મહત્વ

ભગવાન વિષ્ણુની આરાધના  જપ  પવિત્ર અધિક માસનું મહત્વ
Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (07:51 IST)
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાને આ મસ પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે. 
 
અધિક માસમાં વિધિ-વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ-કર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિત્તરોની કૃપા પ્રાપ્તિ માટે આ મહિનામાં પુણ્ય કર્મ કરવા જોઈએ. 
 
આ સંસારમાં મનુષ્ય માયાથી મુક્તિ મેળવવા માટે જીવન ભર ભટકતો રહે છે. તેને મુક્તિ નથી મળતી. જે ક્ષણે શ્રીમદ ભાગવત અને ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ પ્રત્યે તેમના મનમાં ભાવ જાગે છે. તે ક્ષણે માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પાપોથી મુક્તિ મેળવીને પોતાના લોક અને પરલોક બંનેમાં સુધાર લાવે છે. 
 
પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને ગણપતિ અધર્વશીષ મનુષ્યને પુણ્ય તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોતમ માસનો સંયોગ પણ ઘણો દુર્લભ છે. કહેવાય છે કે સ્વર્ગમાં બધુ મળી શકે છે, પણ ભગવાન કથા નહી. ભગવાન મળી જશે, પણ ભગવાનની કથા નહી. અધિક માસ અર્થાત પુરૂષોત્તમ માસ ભગવાન વિષ્ણુએ માનવના પુણ્ય કાર્ય માટે બનાવ્યો છે. . 
 
પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે તો ભગવાને અધિકમાસની રચના કરી. 
 
ત્યારપછી જ નરસિંહ અવતાર લઈને ભગવાને તેનો વધ કર્યો. આ મહિનામાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરવુ હિતકારી રહે છે. તેમના જાપ કરવા માત્રથી જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.
પુરૂષોત્તમ માસ, મહત્વ, અધિક માસ, ભગવાન વિષ્ણુની આરાધના, જપ, પવિત્ર માસ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

8 March Woman's Day- મહિલા દિવસ પર ભાષણ

આજે તમારી થાળીમાં શુ છે - જાણો સાત્વિક, રાજસિક અને તામસિક ભોજનનો પ્રભાવ, આયુર્વેદ મુજબ આહાર નિયમ

Kids Story- બિલાડી અને ઉંદરની વાર્તા,

બ્લડ શુગર લેવલ પર મેળવવો છે કાબૂ તો રોજ સવારે પીવો આ બીજનુ પાણી

હાથ પગમાં ઝણઝણાટીમાં ધ્રુજારી એ ગંભીર સમસ્યાની નિશાની છે?

વધુ જુઓ..

નવીનતમ

હોળાષ્ટક દરમિયાન કરો આ ઉપાય, સુખ-સમૃદ્ધિ વધી શકે છે.

Holi 2025: આ દિવસે ઉજવાશે હોળી, જો તમે તારીખને લઈને કંફ્યુજ છો તો જાણો સાચી તારીખ અને હોળી દહનનુ શુભ મુહૂર્ત

Phalgun Maas 2025: ફાગણ મહિનાના સરળ ઉપાય, આ 3 દેવતાઓની કરી લો પૂજા, ચમક ઉઠશે ભાગ્ય, મળશે માનસિક શાંતિ

Magh Amavasya 2025 Daan: દર્શ અમાવસ્યા પર આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોનો મળશે આશિર્વાદ

Mahakumbh 2025- શ્રદ્ધા, ભવ્યતા અને ઈતિહાસના મહાન સંગમનું સમાપન કરતા યોગી આજે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરશે

આગળનો લેખ
Show comments