Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

parivartini ekadashi
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (09:24 IST)
આજે છે પરિવર્તિની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે અષાઢ માસથી પોઢેલા ભગવાન વિષ્ણુ આજે પડખું ફેરવે છે તેથી જ આજના દિવસને પરિવર્તિની એકાદશી અને વામન દ્વાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે.
 
ભાદરવા માસ ની શુકલ પક્ષ ની એકાદશી
 
પરિવર્તિની એકાદશી વ્રત કથા 
 
ત્રેતા યુગ માં બલી નામનો એક દાનવ હતો .તે અત્યંત ભક્ત, દાની , સત્યવાદી તથા બ્રાહ્મણો ની સેવા કરનારો હતો .તે પોતાની ભક્તિ ના પ્રભાવ થી સ્વર્ગ માં ઇન્દ્ર ના સ્થાન  પર  રાજ્ય કરવા લાગ્યો .ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાટ ને સહન ન કરી શક્ય અને ભગવાન પાસે જઈ ને પ્રાથના કરવા લાગ્યા .તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલી ને જીતી લીધો .”
 
ભગવાને વામન રૂપ ધરી ને રાજા બલી ને યાચના કરી કે હે રાજન !તમે મને મારા ત્રણ ડગલા ભૂમિ  આપશો તો તમને ત્રણ લોક ના દાન  નું ફળ મળશે .”રાજા બલીએ ભગવાનની વિષ્ણુની યાચના નો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે ભગવાને પોતાનો આકાર વધારી દીધો અને ભૂલોક માં પગ ,ભુવન લોક માં જાંઘ,સ્વર્ગ લોક માં કમર , મહર લોક માં પેટ ,જળ લોક માં હ્રદય ,તપ લોક માં કંઠ અને સત્ય લોક માં મુખ રાખી ને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું .આ સમયે સૂર્ય ,નક્ષત્ર ,ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા .એ સમયે ભગવાન વિષ્ણુએ રાજા ને પકડ્યો અને પૂછ્યું : હે રાજન ! હવે હું મારો ત્રીજો પગ ક્યાં મુકું ? રાજા બલીએ પોતાનુ મસ્તક આગળ કર્યુ કારણ કે તે ઓળખી ગયા હતા કે વામન અન્ય કોઈ નહી પણ ખુદ ભગવાન વિષ્ણુ છે. વામન રૂપમાં રહેલ ભગવાન વિષ્ણુ રાજા બલીની ભક્તિ અને વચનબદ્ધાતાથે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને રાજા બલીને પાતાળલોકમાં પરત જવા માટે કહ્યુ. આ સાથે વિષ્ણુએ રાજા બલીન વરદાન આપ્યુ કે ચતુર્માસ અર્થાત ચાર મહિનામાં તેમનુ એક રૂપ ક્ષીર સાગરમાં શયન કરશે અને બીજુ રૂપ બલી સાથે પાતાળ લોકમાં એ રાજ્યની રક્ષા કરવા રહેશે. 
 
વ્રતનુ મહત્વ -  આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખુ ફેરવે છે. તેથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહે છે.  જે લોકો વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તેમને બધા પાપથી મુક્તિ મળે ક હ્હે.  આ દિવસે ભગવાનને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુ નિકટ આવી જાય છે. આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણ લોકનુ પૂજન કરવાનુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આ એકાદશીનુ વ્રત જરૂર કરવુ જોઈએ. 
 
વામન એકાદશી એટલે પરિવર્તિની એકાદશીના દિવસે દાનનુ વિશેષ મહત્વ છે. આમ તો ભગવાન ભાવ ના ભૂખ્યા છે પણ જો  દાન કરવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને આજના દિવસે તાંબુ, ચાંદી, ચોખા, દહીં જેવી સામગ્રીનું જરૂરીયાત મંદ વ્યક્તિને દાન આપવું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Padma Ekadashi 2023: એકાદશીના દિવસે અજમાવો આ સરળ ઉપાયો, તમને બિઝનેસમાં મળશે ભરપૂર પૈસા, જીવનમાં થશે પ્રગતિ