Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (15:15 IST)
mahalaxmi ashtaka
નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે।
શઙ્ખચક્રગદાહસ્તે મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥1॥
ઇન્દ્ર બોલ્યા - શ્રીપીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત, હે મહામાયે તમને નમસ્કાર. હાથમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષમી, તમને નમસ્કાર.
 
 
નમસ્તે ગરુડારૂઢે કોલાસુરભયઙ્કરિ।
સર્વપાપહરે દેવિ મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥2॥
ગરુડ પર આરૂઢ થઈ કોલાસુરને ભયભીત કરનાર અને સમસ્ત પાપોને હરનાર હે ભગવતી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટભયઙ્કરિ।
સર્વદુ:ખહરે દેવિ મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥3॥
બધુ જાણનાર, સર્વ વરદાન આપનાર, સમસ્ત દુષ્ટોને ભય આપનાર અને સર્વ દુઃખોને દૂર કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
સિદ્ધિબુદ્ધિપ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ।
મન્ત્રપૂતે સદા દેવિ મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥4॥
સિદ્ધિ, બુદ્ધિ, ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર હે મંત્રપૂત (મંત્રથી શુદ્ધ કરેલ) ભગવતી મહાલક્ષ્મી, તમને સદા નમસ્કાર.
 
આદ્યન્તરહિતે દેવિ આદ્યશક્તિ મહેશ્વરિ।
યોગજે યોગસમ્ભૂતે મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥5॥
હે દેવી ! હે આદિ-અંત રહિત આદિશક્તિ, હે મહેશ્વરી ! હે યોગથી પ્રગટ થયેલ ભગવતી મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
સ્થૂલસૂક્ષ્મમહારૌદ્રે મહાશક્તિ મહોદરે।
મહાપાપહરે દેવિ મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥6॥
હે દેવી ! આપ સ્થૂળ, સૂક્ષ્મ તથા મહારૌદ્રરૂપીણી, હે મહાશક્તિ, હે મહોદરા અને મોટા-મોટા પાપોનો નાશ કરનાર, હે દેવી મહાલક્ષ્મી, તમને નમસ્કાર.
 
 
પદ્માસનસ્થિતે દેવિ પરબ્રહ્મસ્વરૂપિણિ।
પરમેશિ જગન્માતર્મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥7॥
હે કમળના આસન ઉપર વિરાજમાન પરબ્રહ્મરૂપીણી દેવી ! હે પરમેશ્વરી ! હે જગદંબા ! હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
શ્વેતામ્બરધરે દેવિ નાનાલઙ્કારભૂષિતે।
જગત્સિ્થતે જગન્માતર્મહાલક્ષિ્મ નમોસ્તુ તે॥8॥
હે દેવી, આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનાર અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો. સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર, હે મહાલક્ષ્મી ! તમને નમસ્કાર.
 
મહાલક્ષ્મ્યષ્ટકં સ્તોત્રં ય: પઠેદ્ભક્તિ માન્નર:।
સર્વસિદ્ધિમવાપનેતિ રાજ્યં પ્રાપનેતિ સર્વદા॥9॥
જે મનુષ્ય ભક્તિયુક્ત આ મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો સદા પાઠ કરે છે, તે બધી સિદ્ધિઓ અને રાજ્ય-વૈભવને પ્રાપ્ત કરી શકે છે.
 
એકકાલે પઠેન્નિત્યં મહાપાપવિનાશનમ્।
દ્વિકાલં ય: પઠેન્નિત્યં ધનધાન્યસમન્વિત:॥10॥
જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે, એના મોટા-મોટા પાપોનો નાશ થઈ જાય છે. જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે, એ ધન-ધાન્યથી સંપન્ન થઈ જાય છે.
 
ત્રિકાલં ય: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્।
મહાલક્ષ્મીર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભ ॥11॥
 જે પ્રતિદિન ત્રણે કાળમાં (પ્રાતઃ, મધ્યાહ્ન, સંધ્યા) પાઠ કરે છે તેના મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Rules for Hindu - હાથમાં નાડાછડીકેટલા દિવસ સુધી બાંધીને રાખી શકાય જાણી લો.

માર્ગશીર્ષ મહિનાના ગુરૂવાર... જાણો સંપૂર્ણ વિધિ અને વ્રત કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Margashirsha Guruvar Puja Vidhi : માર્ગશીર્ષનો મહિનાનો પ્રથમ ગુરુવાર, પૂજા કેવી રીતે કરવી ?

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam

આગળનો લેખ
Show comments