Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

dutt guru

જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ

અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત.

બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર

અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ.

ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ

કયાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.

આવ્યો શરણે બાળ અજાણઃ ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ!

સૂણી અર્જુન કેરો સાદ રીઝયો પૂર્વે તું સાક્ષાતઃ

 

દીધી રિધ્ધિ સિધ્ધિ અપાર, અંતે મુકિત મહાપદ સાર.

કીધો આજે કેમ વિલંબ? તુજ વિણ મુજનેના આલંબ!

વિષ્ણુશર્મ ધ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધ્ધમાં દેખી પ્રેમ.

જંભદૈત્યની ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવઃ

વિસ્તારી માયા, દિતિસુત ઈંદ્ર કરે હણાવ્યો તૂર્ત.

એવી લીલા કંઈ કંઈ શર્વ કીધી વર્ણવે કો તે સર્વ?

દોડયો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ,

બોધ્યા યદુ ને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ.

એવી તારી કૃપા અગાધ! કેમ સૂણે ના મારો સાદ?

દોડ, અંતના દેખ અનંત! મા કર અધવચ શિશુનો અંત!!

જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ,

સ્મૃર્તગામી કલિતાર કૃપાળ! તાર્યો ધોબી છેક ગમાર.

પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાણીશેઠ ઉગાર્યો ક્ષિપ્રઃ,

કરે કેમ ના મારી વ્યાર? જો આણીગમ એકજ વાર!!

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર! થયો કેમ ઉદાસીન અત્ર?

જર્જર વંધ્યા સ્વપ્ન, કર્યો સફળ તે સુતનાં કૃત્સ્ન.

કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીધા પૂરણ એના કોડઃ

વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તે તતખેવ.

ઝાલર ખાઈ રીઝયો એમ, દીધો સુવર્ણઘંટ સપ્રેમ.

બ્રામણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર!

પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઉઠાડયો શૂર

હરી વિપ્રમદ અંત્યજ હાથ, રક્ષયો ભકત ત્રિવિક્રમ તાત!

નિમિષમાત્રે તંતુક એક, પ્હોંચાડયો શ્રીશૈલે દેખ!

એકી સાથે આઠ સ્વરુપ ધરી દેવ બહુરુપ અરુપ,

સંતોષ્યા નિજ ભકત સુજાત, આપી પરચાઓ સાક્ષાત.

યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ.

રામકૃષ્ણ રુપે તેં એમ, કીધી લીલાઓ કંઈ તેમઃ

તાર્યો પથ્થર ગણિકા વ્યાધા! પશુ પંખી તુજને સાધ!!

અધમઓધારણ તારું નામ ગાતાં સરે ન શાંશાં કામ?

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણમાત્રથી શર્વ!

મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ.

ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાઓ જંદ અસુર

નાસે મૂઠી દઈને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત.

કરી ધૂપ ગાએ જે એમ દત્તબાવની આ સપ્રેમ,

સુધરે તેના બંને લોક રહે ન તેને કયાંયે શોક!

દાસી સિધ્ધિ તેની થાય, દુખ દારિદ્રય તેનાં જાય !

બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ,

યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.

અનેક રુપે એજ અભંગ, ભજતાં નડે ન માયા રંગ!

સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક!!

વંદું તુજને વારંવાર, વેદ શ્ર્વાસ તારા નિર્ધાર?

થાકે વર્ણવતાં જયાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ?

અનુભવતૃપ્તિનો ઉદગાર, સૂણી હસે તે ખાશે માર!

તપસી તત્વમસિ એ દેવ, બોલો જયજય શ્રી ગુરુદેવ!

 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 December 2024 Nu Panchang: શનિવારે ઉજવાશે દત્તાત્રેય જયંતિ, જાણો શુભ મુહુર્ત, રાહુકાળ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.