Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુર્વા મંગળકારી, પાપનાશક અને તાજગીને યથાવત રાખનારુ અમૂલ્ય ઘાસ

Webdunia
શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (18:00 IST)
દરેક કાર્યની સફળતા માટે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ, ઈશ્વર પાસે આપણે સફળતા મેળવવા માટે જ્ઞાન અને વાક્ચાતુર્યની કામના કરીએ છીએ. આપણે ગણપતિ પાસે જ્યારે પણ પ્રાર્થના કરવા જઈએ તો તેમની પ્રિય વસ્તુ મોદક, લાડુ અને દુર્વો લઈ જઈએ છીએ. 

આપણે ભગવાન શ્રી ગણેશને દૂર્વો એટલા માટે ચઢાવીએ છીએ કે દૂર્વો મંગળકારી, પાપનાશક અને સુખ-સમૃદ્ધિ આપનાર છે. દૂર્વાને ગમે તે રીતે નથી ચઢાવવામાં આવતો. તેન ચઢાવવાની પણ એક વિધિ હોય છે જેમ આપણે ગણપતિને પ્રસાદના રૂપમાં 21 લાડુ કે મોદકનો ભોગ લગાવીએ છીએ એ જ રીતે દૂર્વાને પણ 21ની સંખ્યામાં ચઢાવવામાં આવે છે. 

દૂર્વો ચઢાવતી વખતે નીચે મુજબના મંત્ર બોલતા જાવ અને બે બે દૂર્વો ચઢાવતાં જાવ.. છેવટે દરેક મંત્ર બોલીને શેષ દૂર્વો ચઢાવી દો. 

ૐ ગણાધિપાય નમ : 
ૐ ઉમાપુત્રાય નમ :
ૐ વિધ્નાશાય નમ: 
ૐ વિનાયકાય નમ:
ૐ ઈશાપુત્રાય નમ: 
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમ: 
ૐ એકદન્તાય નમ: 
ૐ ઈભવક્ત્રાય નમ: 
ૐ મૂષકવાહનાય નમ: 
ૐ કુમારગુરવે નમ: 

આ રીતે મંત્ર વિધિપૂર્વક શ્રી ગણેશને દૂર્વો ચઢાવવાથી મનની ઈચ્છા પૂરી થાય છે, ઘરમાં ક્લેશ અશાંતિ રહેતા નહી.

દુર્વાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ દુર્વાથી તાજગી અને પ્રફુલ્લતા પણ વધે છે. તે તાજગીને યથાવત રાખે છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે. તેની વિશેષતા એ છે કે તેના મૂળ જમીનમાં ખૂબ ઉંડા સુધી ઉતરેલા હોય છે. લગભગ 6 ફીટ સુધી ઉતર્યા હોય છે. વિપરીત પરિસ્થિતીઓમાંથી પોતાનું અસ્તિત્વ બખૂબીથી બચાવે એ દુર્વા છે. આપણા જીવનમાં દુર્વાના અનેક ઉપયોગ સૂચવવામાં આવ્યા છે. દુર્વા શીતળ અને રાહત આપનારું હોય છે. દુર્વાના કોમળ અંકુરોના રસમાં જીવનદાયિની શક્તિ હોય છે. પશુ આહારના સ્વરુપમાં તે પુષ્ટિવર્ધક અને દુગ્ધવર્ધક હોય છે. સવારે સૂર્યોદય પહેલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમને સમગ્ર દિવસ દરમ્યાન સ્ફુર્તિનો અહેસાસ થશે. તેનાથી આંખોની સુંદરતા પણ વધે છે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments